________________
તેઓશ્રીના પરમતારક વચનને આધીન છે. વચન કરતાં અનુષ્ઠાન કોઈ પણ રીતે મહાન નથી - એ નિરન્તર યાદ રાખવું. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના પ્રાધાન્યને સમજવાનું ખૂબ જ અઘરું છે, પંડિતજનોને એ સમજાય છે.આજ્ઞાનું પ્રાધાન્ય સમજાવવા દરેક ધર્માનુષ્ઠાનના રહસ્યને સમજાવવાનું આવશ્યક બને છે. અન્તે ધર્મના પરમરહસ્ય-રૂપે આજ્ઞાની પ્રતીતિ થાય છે. વિદ્વાન ધર્મોપદેશક સિવાય એ રીતે આજ્ઞાની પ્રધાનતાને વર્ણવવાનું બીજા ઉપદેશકો માટે શક્ય નથી. ભાવનાજ્ઞાનથી ભાવિત ઉપદેશક ન હોય તો કેવી સ્થિતિ નિર્માણ પામે છે - તેનું વર્ણન કરવાની જરૂર નથી. ઓછાવધતા પ્રમાણમાં એનો અનુભવ આપણને છે જ. ૨-૨૪૫
ભાવનામય જ્ઞાનથી ધર્મના રહસ્યભૂત આજ્ઞાના પ્રાધાન્યને પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થતા ફળને જણાવાય છે
इत्थमाज्ञादरद्वारा हृदयस्थे जिने सति ।
भवेत् समरसापत्तिः फलं ध्यानस्य या परम् ॥२-२५॥ “આ રીતે આજ્ઞાદર દ્વારા શ્રી જિનેશ્વરદેવ હૃદયસ્થ બન્યે છતે ‘સમરસાપત્તિ’ પ્રાપ્ત થાય છે, જે ધ્યાનનું શ્રેષ્ઠ ફળ છે.'' આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચન પ્રત્યેના બહુમાન દ્વારા શ્રી તીર્થંકરપરમાત્મા હૃદયસ્થ બને છે. વિહિત તે તે અનુષ્ઠાન કરતી વખતે તેમ જ તે તે નિષિદ્ધની નિવૃત્તિ વખતે નિરન્તર ભગવાનના વચનમાં પ્રાધાન્યનો ઉપયોગ હોવાથી પરમાત્માનું જ ધ્યાન હોય છે. આ ધ્યાન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તેને જ અહીં પરમાત્માની હૃદયસ્થતા જણાવી છે.
પરમાત્મા હૃદયસ્થ બન્યા પછી આત્માને સમરસાપત્તિ પ્રાપ્ત
૪૫
HEHE
7QUED Udd
1
pp GU