________________
બન્યા પછી ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઈએ. પૂ. સાધુ ભગવન્તોને ઉદ્દેશીને અહીં અધ્યયનાદિનો વિચાર કર્યો હોવાથી સામાન્ય રીતે દીક્ષા ગ્રહણ કરેલા દિવસથી વયની ગણતરી કરવાની છે. સંયમજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં સૂત્રનું અધ્યયન, વચ્ચેનાં વર્ષોમાં અર્થનું અધ્યયન અને છેલ્લાં વર્ષોમાં ધ્યાનથી આત્માને ભાવિત કરવાનું આ પ્રમાણે પૂ. સાધુભગવન્તોનો આચાર મધ્યમજીવોને જણાવવો જોઈએ.
તદુપરાત સદાશયથી ગુરુપારતત્યની સેવા પણ પૂ. સાધુભગવન્તોનો આચાર છે-તે મધ્યમજીવોને સમજાવવું. આ મારા ભવનિસ્તારક છે, સંસારનો અન્ત લાવવામાં નિમિત્ત છે....' ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાયને અહીં સદાશય તરીકે વર્ણવ્યો છે. આવા એક માત્ર સદાશયથી પૂ. ગુરુદેવશ્રીને આધીન થઈને રહેવું તેને ગુરુષારતન્ય કહેવાય છે. અઘરું છે આ ગુરુપારતત્ર્ય ! સ્વાર્થમૂલક ગુરુષારતત્ય હજુ સહેલું છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ સદાશયથી અનુગત એવું ગુરુષારતન્ય ઘણું જ અઘરું છે. મહાત્યાગી (?) અને મહાતપસ્વી(?)ઓને પણ એ કેળવવાનું બનતું નથી. એટલું જ નહિ, જરૂરી પણ લાગતું નથી. પોતાની ઈચ્છાથી માણસ દુઃખ વેઠી શકે છે પરંતુ કોઈની આજ્ઞામાં રહેવાનું ખરેખર જ અતિશય કષ્ટપ્રદ છે. પૌલિક ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ જેટલો પીડાકારક છે એના કરતાં કંઈકગુણો પીડાકારક કોઈની આજ્ઞા માનવાનો પ્રસંગ છે. જેના વિના ચાલે એવું નથી, એ જ જો આ રીતે અનિટ, અઘરું અને અત્યન્તકષ્ટપ્રદ જણાય તો ભવનિસ્તાર કઈ રીતે થાય ? - આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને પૂ. સાધુભગવન્તોના સવૃત્તમાં જણાવવું.... ર-૨૩
GURUDEPENDEEn\DTV9EDEDDED]]D]@