Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ ‘વિંશત્રિશિ' ભા. ૨ (પ્રકા, દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) માં ભાવાનુવાદકારે જે જણાવ્યું છે, તેનું વિવેકપૂર્વક પરીક્ષણ કરવું જોઈએ. ઉન્માર્ગમાંથી માર્ગસ્થ બનાવનારું અને માર્ગમાંથી ઉન્માર્ગે જતાં અટકાવનારું આ ભાવનામય જ્ઞાન છે-આટલું યાદ રાખીને ભાવાનુવાદમાંની તે પુસ્તકમાંની વાતનો વિચાર કરવાથી અનુપપત્તિ જણાશે...... //ર-૧૮ આ રીતે ભાવના જ સર્વક્રિયાઓને ક્રિયાસ્વરૂપે રાખનારી છે; તે દૃઢતાપૂર્વક (સહેતુક) વર્ણવાય છે – तस्माद् भावनया भाव्यं शास्त्रतत्त्वं विना परम् । परलोकविधौ मानं बलवन्नात्र दृश्यते ॥२-१९॥ “ ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાન વિનાની સઘળીય ધર્મક્રિયાઓ અનર્થને કરનારી હોવાથી એ નિશ્ચિત થાય છે કે ભાવનાજ્ઞાનથી ભાવિત બનેલા શાસ્ત્રતત્ત્વને છોડીને બીજું કોઈ પરલોકની સાધનામાં પ્રબળ પ્રમાણ નથી.” – આ પ્રમાણે ઓગણીશમાં શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરલોકમાં કલ્યાણ થાય એ માટે જે ધર્મક્રિયાઓ કરાય છે, તે ધર્મક્રિયાઓ વિવક્ષિત (ઈસ્ટ) ફળને આપવા સમર્થ ત્યારે જ બને છે કે જ્યારે તે ભાવનામયજ્ઞાનથી ભાવિત એવા શાસ્ત્રતત્ત્વને અનુસરતી હોય, અન્યથા તે ક્રિયાઓ પ્રમાણભૂત બનતી નથી. સર્વ ધર્મક્રિયાઓનું પ્રામાણ્ય, આ રીતે ભાવનામય જ્ઞાનથી ઉપજીવી છે. ભાવનાજ્ઞાનના પ્રામાણ્યને આધીન બધી ક્રિયાઓનું પ્રામાણ્ય છે. પરંતુ ભાવનાજ્ઞાનનું પ્રામાણ્ય આ રીતે કોઈ બીજાના પ્રામાણ્યને આધીન નથી. એ જ્ઞાન સ્વયં પ્રમાણભૂત છે. બીજા કોઈના આધારે ભાવનાજ્ઞાનમાં પ્રામાણ્ય આધારિત નથી. તેથી સર્વ ક્રિયાઓને ક્લિાસ્વરૂપે જિવાડનારું આ ભાવનામય જ્ઞાન છે. ભાવનાશાનથી GDD|DDDDDDDr \D DEDHIDDEDGE GUG NGS Budge

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64