________________
અભિગ્રહ ધારણ (દવા આપવાનો અભિગ્રહ ધારણ) કરવાની ધર્મબુદ્ધિ પણ કલ્યાણકારિણી કેમ ના બની તે સ્પષ્ટપણે જણાવાય છે
तेषां तथाविधाप्राप्तौ स्वाधन्यत्वविभाविनाम् । चित्तं हि तत्त्वतः साधुग्लानभावाभिसन्धिमत् ॥२-१८॥
“ગ્લાનને ઔષધ પ્રદાન કરવાનો અભિગ્રહ જેમણે ધારણ ર્યો છે તેમને ગ્લાન મહાત્માઓની પ્રાપ્તિ નહિ થવાથી પોતાની જાતને તેઓ અધન્ય માનવા લાગ્યા. તેથી તત્ત્વથી (ભાવથી) તેઓનું ચિત્ત, ‘સાધુભગવન્તો માંદા થયા હોત તો સારું !' આવા અભિપ્રાયવાળું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેઓએ ઉપર જણાવ્યા મુજબ અભિગ્રહ ધારણ ર્યો. પરન્તુ સદ્ભાગ્યે એ વખતે કોઈ જ મહાત્મા માંદા પડ્યા. ત્યારે અભિગ્રહધારી આ મહાત્માને એમ થયું કે “અહો ! હું અધન્ય છું; મારું અભીષ્ટ સિદ્ધ ન થયું.' - આ પ્રમાણે વિચારનારા એ મહાત્માઓનું ચિત્ત અભિગ્રહનો વિષય (બીમાર સાધુમહાત્મા)ન મળવાથી શોકાતુર બન્યું. આથી તત્ત્વદૃષ્ટિએ તો એ ચિત્ત; પૂ. સાધુભગવન્તો માંદા પડે તો સારુંઆવી ભાવનાવાળું છે. આવી ભાવના કોઈ પણ રીતે કલ્યાણકારિણી નથી. જેને ભાવનાજ્ઞાન છે તે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરતા નથી. તેઓ પ્રતિજ્ઞાનો પરમાર્થ સમજતા હોવાથી કોઈ બીમાર પડશે તો તેમને દવા લાવી આપવાની પ્રતિજ્ઞા કરે છે. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થાય-એ માટે પૂ. સાધુભગવન્તોની બીમારીને તેઓ ઈચ્છતા નથી.
આથી જ અન્યદર્શનકારોએ પણ એ પ્રમાણે માન્યું છે. શ્રી રામચન્દ્રજી દ્વારા સુગ્રીવને તારાની પ્રાપ્તિ થઈ ત્યારે સુગ્રીવે શ્રી રામચન્દ્રજી પ્રત્યે કહ્યું કે જે તમારા વડે મારી ઉપર તારાને પ્રાપ્ત કરાવીને ઉપકાર કરાયો છે તે ઉપકાર શરીરમાં જ વિલીન થાઓ.
@DDDDDHDHDHD, GSSSB/SEidS<NGSDBolls