________________
અને તેથી વિષયવિભાગ કરવાની પણ આવશ્યક્તા નથી. એ માટે ભાવનાજ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર નથી. શાસ્ત્રકાર પરમર્ષિઓની વાતને સમજવા માટે ભાવનાજ્ઞાનની આવશ્યકતા છે. વાતને વિકૃતસ્વરૂપે જણાવવા માટે ભાવનાજ્ઞાનનો ઉપદેશ નથી. મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ અને અર્થકામના ઈચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ - આવા ભાવને સ્પષ્ટપણે જણાવનારાં તે તે વાક્યોમાં કોઈ જ વિરોધ નથી. ધર્મના મુખ્ય ફળને દર્શાવનારાં અને ધર્મના આનુષગિક ફળને દર્શાવનારાં તે તે વાક્યોમાં પરસ્પર કોઈ જ વિરોધ નથી. એક વસ્તુના તે તે સહકારી કારણવિશેષના સમ્બન્ધથી જુદાં જુદાં ફળ હોય - એ સમજી શકાય છે. ખેતી કરવાના કારણે અનાજ પ્રાપ્ત થાય છે અને ઘાસ પણ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ જ વિરોધ નથી. વિવાદ એમાં જ છે કે અનાજ માટે ખેતી કરે છે કે ઘાસ માટે ખેતી કરે છે ? અનાજ માટે ખેતી કરાય કે ઘાસ માટે ખેતી કરાય ? સંસારનાં પૌલિક સુખોને તૃણથી પણ તુચ્છ કોટિનાં વર્ણવવાનું કાર્ય શાસ્ત્રકારોએ કર્યું છે કે નહિ ? આનુષગિક ફળને ઉદ્દેશીને પ્રવૃત્તિ હોય કે મુખ્ય ફળની ઈચ્છાએ પ્રવૃત્તિ હોય ? ધર્મથી મોક્ષ મળે છે અને પૌલિક સુખો પણ મળે છે : એમાં કોઈ જ વિરોધ નથી. પરંતુ ધર્મથી શું મેળવવું; મુખ્ય ફળ મોક્ષ કે આનુષગિક ફળ પૌદ્ગલિક સુખો – એ માટે વિવેકની જરૂર છે, જે ભાવનાજ્ઞાનથી જ મળી શકે છે. ભાવનાજ્ઞાન વિનાના વિવેકહીન બને છે. માત્ર પદાર્થશાનથી સૂત્રના અર્થમાં ગોટાળા કેવા કરે છે – એ દેશના-દ્વાર્નાિશિકાના શ્લો. નં. ૧૬ ની ટિપ્પણી જોવાથી બરાબર સમજી શકાશે.
દેશનાદ્વાત્રિશિકાના શ્લોક નં. ૧૬ માં જ ભાવનાજ્ઞાનની ઉપયોગિતાને સમજાવતાં મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી
DILITYDID]D]D]D STDFDF\ D]D]D]D]D]D Gold Siddle ૩૨illllllh7S