________________
ભાવનાજ્ઞાનના જ ફળનો પ્રભાવ જણાવાય છે - एतेनैवोपवासादेवैयावृत्त्यादिघातिनः । नित्यत्वमेकभक्तादे जर्जानन्ति बलवत्तया ॥२-१६॥
“વૈયાવૃત્યાદિગુણનો નાશ કરનારા ઉપવાસાદિની અપેક્ષાએ નિત્ય એકાશનાદિને આ ભાવનામય જ્ઞાનથી જ બલવત્ તરીકે શાસ્ત્રકારો જાણે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રી દશવૈકાલિકાદિમાં ફરમાવ્યું છે કે સંયમના અનુપાલનનો વિરોધ ન આવે તે રીતે દેહના પાલન માટે નિત્ય એકાશન - આ તપ શ્રેષ્ઠ છે. તેમ જ એકાશન કરતાં ઉપવાસાદિ શ્રેષ્ઠ છે- એમ પણ શાસ્ત્રમાં જણાવ્યું છે. તો એ બે કઈ રીતે સદ્ગત થાય ? આ પ્રમાણેની જિજ્ઞાસામાં ભાવનાજ્ઞાનથી મુમુક્ષુ આત્માને સમજાય છે કે ઉપવાસાદિ તપ ર્યા પછી પ્રબળ એવા વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિહાર અને પ્રતિલેખનાદિ વિહિત ક્રિયાઓ વગેરે ગુણોનો નાશ થતો હોય તો આવા ઉપવાસાદિ તપ કરતાં એવા ગુણોની પ્રાપ્તિ કે રક્ષા માટે કારણભૂત નિત્ય એકાશન શ્રેષ્ઠ છે. ભાવનાજ્ઞાનથી જ એ સમજી શકાય છે. ભાવનાજ્ઞાન ન હોય તો આ રીતે સમજી નહિ શકાય.
ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાનથી જ; બલવાન એવા વૈયાવૃત્યાદિગુણની હાનિ કરનારા ઉપવાસાદિ તપ કરતાં કરો શિષ્ય તવો ... ઈત્યાદિ આગમપ્રસિદ્ધ નિત્ય એકાશનાદિ તપ શ્રેષ્ઠબલવાન છે. - આ પ્રમાણે શ્રી ઉપદેશપદાદિના કર્તા શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા નિશ્ચિત કરે છે. અન્યથા આ ભાવનાજ્ઞાન ન હોય તો યથાશ્રુતાર્યમાત્રને ગ્રહણ કરનાર, એકાશન કરતાં ઉપવાસ જ બલવાન છે – એમ સમજીને પૂર્વાપરવાક્યના વિરોધનું ઉદ્ભાવન કરવામાં જ પોતાનું જીવન પૂર્ણ કરશે. વિસ્તારથી આ બધું સમજવાની ભાવના જેમને હોય તેમણે ઉપદેશરહસ્યનું અવલોકન કરવું જોઈએ.
D]D]D]D]D]D]D]B5ADDDDDDDED GSSSSSSSS૩૦SqS SqS SqSONG