________________
પરિણતિ સ્વરૂપ (તે તે જીવોને) ઉચિત એવી સમાપત્તિથી ભાવનામય જ્ઞાન વખતે જે કોઈ પ્રવૃત્તિ થાય છે તે હિતકારિણી જ બને છે. દેખીતી રીતે તે હિતકારિણી ન દેખાય તોપણ અન્ને (પરિણામે) તે હિતને કરનારી બને છે. એ સમજાવવા માટે અહીં સવિનીચારનું દૃષ્ટાન્ત જણાવ્યું છે. તેનો આશય વૃદ્ધ પુરુષો નીચે જણાવ્યા મુજબ વર્ણવે છે.
કોઈ એક સ્ત્રી હતી. પોતાના પતિને વશ કરવા તેણીએ કોઈ પરિવાજિકાએ દર્શાવેલા ઉપાય વડે બળદ બનાવ્યો. પછી બહુ જ દુ:ખ થયું. તે કૃત્રિમ બળદને તે સ્ત્રી દરરોજ ચરવા માટે લઈ જાય છે. તે એક વાર વડના વૃક્ષ નીચે બેસેલી તે સ્ત્રીએ વિદ્યાધરીના વચનથી બળદને પુરુષ બનાવવાના ઉપાય તરીકે સંજીવિનીને જાણી. પરન્તુ સંજીવિની વિશેષને જાણતી ન હોવાથી તે સ્ત્રીએ તે વડના વૃક્ષની નીચેનો બધો જ ચારો બળદને ચરાવ્યો. કાલાન્તરે તે બળદને ચારાની સાથે સંજીવિની ચરવામાં આવી. અને તેથી બળદ પાછો પુરુષ થયો. અહીં ચારો ચરાવવાની પ્રવૃત્તિ પરિણામે જેમ હિતકારિણી બની તેમ ભાવનામય જ્ઞાન સર્વત્ર કૃપાપરાયણ હોય છે. સામી વ્યક્તિનું તેથી હિત થાય જ એવો એકાન્તે નિયમ નથી. કારણ કે હિત તો તેની યોગ્યતા મુજબ થતું હોય છે. યોગ્યતા સિદ્ધિમાત્રનું પ્રધાન કારણ છે. અયોગ્યને કોઈ પણ કાર્યની પ્રત્યે અધિકાર નથી.
(આ શ્લોકના ભાવાનુવાદ વખતે દ્વાત્રિશત્-દ્વાત્રિંશિા મા. ?; (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકમાં ‘સ્વસિદ્ધાન્ત સર્વદર્શનોના સમૂહ રૂપ છે' આવી બુદ્ધિની થયેલી વ્યુત્પત્તિના પ્રભાવે અન્યદર્શનમાં રહેલા જીવો પર પણ અનુગ્રહ કરવાની પરિણતિ ઊભી થાય છે.... વગેરે જે જણાવ્યું છે, તે વિચારણીય છે.) ૫૨-૧૫
૩૨૯
CAC DD