________________
આ એક જ શ્લોકમાં ગ્રન્થકારશ્રીએ બાલજીવોને કેવી દેશના આપવી જોઈએ તે સ્પષ્ટ રીતે સંક્ષેપથી જણાવ્યું છે. બાલજીવો સંસારના સુખના અર્થી હોય છે અને તેમને સંસારના સુખ માટે ધર્મનો ઉપદેશ આપવો જોઈએ એવી વાત કરી નથી. આચારની દૃષ્ટિએ પણ લોકોત્તર માર્ગના આરાધક પૂ. નિર્ગસ્થ સાધુભગવન્તો સર્વશ્રેષ્ઠ છે-એ સમજાવવાની અને તેની પ્રતીતિ કરાવવાની વાત અહીં ઉપદેશને આશ્રયીને જણાવી છે.
બાલજીવોને આપવાની એ દેશનાનું સ્વરૂપ જોઈએ તો સમજાશે કે વર્તમાનની દેશનાપદ્ધતિનું સ્તર કેટલું નીચું આવ્યું છે. પૂ. સાધુભગવન્તોની બાદ્યકિયાઓની મુખ્યતાએ જ બાલજીવોને દેશના આપવાના બદલે માત્ર સંસારના સુખને પ્રાપ્ત કરવાના ઉપાય સ્વરૂપે અપાતી દેશના બાલ જીવો માટે પણ હિતકારિણી નથી. પૂ. મુનિભગવન્તોના આચારો પ્રત્યે આદર હોય તો જ એવી દેશના આપી શકાશે. માનવ બનાવવાની વાત સાધુ ન રહેવાની ભાવનામાંથી તો જન્મી નહિ હોય ને ? - એવી શંકા જાગ્યા વગર રહેતી નથી. દર્દ ઉત્કટ હોય તો ઔષધ વધુ ઉત્કટ હોવું જોઈએ. કાળ વિષમ હોય તો થોડું વધું સત્ત્વ કેળવવું જોઈએ ને? આપણે આચાર પાળતા નથી માટે આચાર કહેવાનું માંડી વાળવાનું યોગ્ય નથી. આચારકથન તો કરવાનું જ અને સાથે આચાર-પાલન પણ કરવા માટે પ્રયત્ન કરતા રહેવાનું. If૨-૨૦ગા.
બાલજીવોને બાહ્ય-આચારપ્રધાન જ દેશના આપવાની છે. તેમાં કેટલાક બાહ્ય આચારો જણાવાય છે –
सम्यग्लोचो धराशय्या तपश्चित्रं परीषहाः । अल्पोपधित्वमित्यादि बाह्यं बालस्य कथ्यते ॥२-२१॥
GDDED]D]D]D]D],
DિDEDGDDEDGE 'NG ||SONGS