Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ શ્રવણથી વાસ્તવિકતાનું જ્ઞાન થવાથી એ આગ્રહ નાશ પામે છે. બીજું ચિન્તામયજ્ઞાન થયે છતે નય અને પ્રમાણથી પ્રાપ્ત થયેલા જ્ઞાનના માધ્યય્યના કારણે ક્યારે પણ ઉપર જણાવ્યા મુજબ પોતાના દર્શન સંબન્ધી થોડો પણ આગ્રહ થતો નથી. નય અને પ્રમાણના અધિગમથી જેમ સ્વદર્શનમાં જણાવેલા અર્થની વાસ્તવિક્તાનું સમર્થન કરી શકાય છે તેમ પરદર્શનમાં જણાવેલા અર્થની પણ યથાસંભવ વાસ્તવિકતાનું સમર્થન કરી શકાય છે. આવા પ્રકારના સમાન(તુલ્ય) સામર્થ્યને માધ્યશ્ય કહેવાય છે. માત્ર સ્વદર્શનમાં જણાવ્યું છે માટે સારું છે અને પરદર્શનમાં જણાવ્યું છે માટે ખોટું છેએમ સમજીને સ્વ-પરદર્શનમાં જણાવેલા અર્થનું સમર્થન કે નિરાકરણ કરવું, તે માધ્યચ્ય નથી. વસ્તુની વાસ્તવિક્તા અને અવાસ્તવિકતાને જોઈને તેનું સમર્થન કે નિરાકરણ કરવામાં માધ્યચ્ય છે. આવું સામર્થ્ય નય અને પ્રમાણના અધિગમથી સ્વપરદર્શનમાં જણાવેલા પદાર્થના વિષયમાં એકસરખું હોય છે. બધાને સરખા માનવા અથવા એ વિષયમાં તદ્દન મૌન સેવવું - એ માધ્યસ્થ નથી. જેમાં જેટલી વાસ્તવિકતા છે તેમાં તેનું પક્ષપાત વિના સમર્થન કરવાનું જે સામર્થ્ય છે; તે માધ્યચ્યું છે. નય અને પ્રમાણની અપેક્ષાએ કરાતી વિચારણાના કારણે એ માધ્યશ્ય પ્રાપ્ત થાય છે. તેના યોગે આત્માને સ્વદર્શન પ્રત્યે થોડો પણ આગ્રહ થતો નથી. પોતાના એ સામર્થ્યથી પરદર્શનમાં વર્ણવેલી વસ્તુની વાસ્તવિકતાનું સમર્થન, જેટલા પણ અંશે શક્ય હોય તેટલા અંશમાં ચિન્તાજ્ઞાન વખતે કરી લેવાય છે. પરદર્શનની વાત છે માટે તેનું નિરાકરણ કરવું: એવું ચિન્તામયજ્ઞાન વખતે બનતું નથી.આથી જ ઉપદેશપદ માં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરદર્શનમાં પણ અવિસંવાદી જે અર્થ જણાય છે તે દિવાદમલક હોવાથી તેનું નિરાકરણ કરવાથી ખરી DDDDDDDD Sls | GUCUQDg/Sclero- INS DDDDDDDDDDDD

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64