________________
ઘટ: (ઘટ નીલરૂપાશ્રય છે)..... ઇત્યાદિ એક જ જ્ઞાનમાં ચક્ષુસ્વરૂપ એક જ ઈન્દ્રિયના સંયોગ, સંયુક્તસમવાય અને સંયુક્તસમવેતસમવાય... ઈત્યાદિ અનેક સન્નિષ હોય છે. અને તેથી સવિકલ્પક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે – એ બધું જેમ તમે સદ્ગત કરો છો તેમ એક વાક્યના કૃતાદિ વ્યાપાર પણ સદ્ગત કરી લેવા. આથી વિશેષ આ વિષયમાં ગ્રન્થકારશ્રીએ “શ્રી ઉપદેશરહસ્ય” માં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ગ્રન્થનું અવલોકન કરવું જોઈએ... ર-૧૩મા
મૃતમય અને ચિન્તામય જ્ઞાન દરમ્યાન જે અવસ્થાવિશેષ હોય છે, તે જણાવાય છે –
आद्येऽविरुद्धार्थतया मनाक् स्याद् दर्शनग्रहः । द्वितीये बुद्धिमाध्यस्थ्यचिन्तायोगात् कदाऽपि न ॥२-१४॥
“મૃતમય જ્ઞાન હોતે છતે અવિરુદ્ધ (સર્વસમત) અર્થના કારણે થોડો પોતાના દર્શનનો આગ્રહ થાય છે. ચિન્તામય જ્ઞાન હોય ત્યારે બુદ્ધિની મધ્યસ્થતાથી અર્થની વિચારણાના કારણે ક્યારે પણ પોતાના દર્શનનો ગ્રહ થતો નથી.” – આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વ શાસ્ત્રનો અવિરોધી એવો જે અર્થ છે (હિંસા કરવી નહિ.... વગેરે) તેને જણાવનારા વાક્યથી શ્રુતજ્ઞાન થાય છે. એ વખતે શ્રુતજ્ઞાનવાળાને અર્થનો વિરોધ જણાતો ન હોવાથી બધાં શાસ્ત્રો પોતાની માન્યતાનું જ નિરૂપણ કરે છે; તેથી પોતાનું દર્શન સારું છે બીજાનું નહિ' - આવી જાતનો પોતાના દર્શન પ્રત્યે થોડો આગ્રહ થાય છે. વિશેષ જ્ઞાન ન હોવાથી થયેલો એ આગ્રહ કદાગ્રહસ્વરૂપ ન હોવાથી અલ્પ છે. અન્યથા એને ઉત્કટ કહ્યો હોત. માત્ર શ્રુતજ્ઞાનના કારણે જીવને એમ લાગે છે કે પોતાનું જ દર્શન સારું છે. પૂ. ગુરુદેવશ્રીની પરમતારક દેશનાના
dddd/g/bg/bQSRdBdDSMSSQSQS