________________
ભાવનામય જ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે – सर्वत्राज्ञापुरस्कारि ज्ञानं स्याद्भावनामयम् । अशुद्धजात्यरत्नाभासमं तात्पर्यवृत्तितः ॥२-१३॥
તાત્પર્યને આશ્રયીને દરેક સ્થાને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા જ પ્રધાન છે - એ પ્રમાણેનું, અશુદ્ધ જાત્યરત્નની કાન્તિ જેવું જે જ્ઞાન છે; તેને ભાવનામયજ્ઞાન કહેવાય છે.” આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મહાવાક્ય(વાક્યોનો સમુદાય)થી દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ તેમ જ ઉત્સર્પાદિની અપેક્ષાએ જે અર્થનો નિર્ણય થાય છે તે બધાં સ્થાને અને એક જ તાત્પર્ય છે કે ભગવાન શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જે પ્રમાણે છે તેમ કરવું. ભગવાનની આજ્ઞા હોય તો કરવું, ભગવાન નિષેધ કરતા હોય તો ન કરવું. કારણ કે ભગવાનની આજ્ઞામાં જ ધર્મ છે, અન્યથા અધર્મ છે. આવી રીતે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિપ્રસંગે આજ્ઞાને આગળ કરનારું અર્થ આજ્ઞાની પ્રધાનતાને જણાવનારું જે જ્ઞાન થાય છે, તેને ભાવનામય જ્ઞાન તરીકે વર્ણવ્યું છે. આ જ્ઞાનથી વિપક્ષની શક્કાનું નિરાકરણ થવાથી પ્રવૃત્તિનિવૃત્તિમાં દૃઢતા આવે છે.
કહેવાનો આશય એ છે કે કોઈની પણ હિંસા કરવી નહિ એ સમજ્યા પછી શ્રી જિનમંદિરાદિના નિર્માણકાર્યથી અને નદી ઊતરવાદિની પ્રવૃત્તિથી જે હિંસા થાય છે તેના કારણે પૂર્વે જાણેલી વાતનો વિરોધ આવે છે. તેને દૂર કરવા માટે વિચારવાથી એ સમજાય છે કે શ્રી જિનાલયાદિના નિર્માણ આદિમાં સ્વરૂપહિંસા છે, અનુબંધહિંસા નથી. શ્રી વીતરાગપરમાત્માએ અનુબન્ધહિંસાનો નિષેધ કર્યો છે, સ્વરૂપહિંસાનો નહિ. તેથી કોઈ વિરોધ નથી. આવું સમજાયા પછી પણ અનુબન્ધહિંસાસ્થળે અને સ્વરૂપહિંસાસ્થળે હિંસા તો થાય છે
DDEDDDDDDDDDDDDDDDED