________________
શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જ પ્રમાણ છે. તેની આરાધનામાં જ ધર્મ છે અને તેની વિરાધામાં અધર્મ જ છે. અહિંસા કે હિંસામાં ધર્મ કે અધર્મ નથી.' - આ પ્રમાણેના જ્ઞાનને ઔદંપર્યાર્થજ્ઞાન કહેવાય છે. આવી રીતે શાસ્ત્રના દરેકેદરેક વાક્યના ઔદમ્પર્યાથને મુમુક્ષુ આત્માઓએ જાણી લેવો જોઈએ. શ્રુતજ્ઞાન વાદ્યાર્થના જ્ઞાન સ્વરૂપ છે. ચિન્તાજ્ઞાન મહાવાક્યર્થના જ્ઞાન સ્વરૂપ છે; અને ભાવનાજ્ઞાન ઐઇમ્પર્ધાર્થના જ્ઞાન સ્વરૂપ છે... ઈત્યાદિ વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઈએ. પદાર્થજ્ઞાનનો ઉપર જણાવ્યા મુજબ વાદ્યાર્થજ્ઞાનમાં સમાવેશ કે અસમાવેશ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપે પદાર્થજ્ઞાનને વર્ણવી શકાય છે અથવા નથી પણ વર્ણવાતું.. ર-૧૧
હવે ચિન્તામય જ્ઞાનનું સ્વરૂપ વર્ણવાય છે – महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसङ्गतम् । चिन्तामयं विसर्पि स्यात् तैलबिन्दुरिवाम्भसि ॥२-१२॥
“મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલું, સૂક્ષ્મ યુક્તિથી સ્યાદ્વાદસદ્ગત અને પાણીમાં વિસ્તરતા તેલના બિન્દુની જેમ વિસ્તરતું ચિન્તામય જ્ઞાન છે” – આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે વાક્યથી જેમ શ્રુતજ્ઞાન થાય છે તેમ ચિન્તામયજ્ઞાન પણ તેનાથી થાય છે. વાદ્યાર્થજ્ઞાન પછી તે વાક્યથી અન્ય તે તે વાક્યના અર્થની સાથે પૂર્વવાદ્યાર્થ સદ્ગત કઈ રીતે થાય - આવી આકાંક્ષા-જિજ્ઞાસા હોય છે. તેથી ચિન્તામયજ્ઞાન મહાવાક્યાર્થસ્વરૂપ તે તે વસ્તુની આકાંક્ષાથી ઉત્પન્ન થતું હોય છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. ઈત્યાદિ વાદ્યાર્થને જાણ્યા પછી શ્રી જિનેશ્વરદેવોનાં મંદિર બન્ધાવવાં, નવકલ્પી વિહાર કરવા તેમ જ એક પગ પાણીમાં અને એક પગ બહાર ઊંચે અધ્ધર રાખીને નદી ઊતરવી.... વગેરે કઈ રીતે
@DHD
]
D]
]
D]
D]
]
D
SUCNGG BOSCONGS