________________
જ્ઞાનસ્વરૂપ હોવાથી કોઈ વિરોધ નથી.
નવમા શ્લોકથી આરંભીને આ શ્લોક સુધીના ત્રણ ગ્લોમાં જણાવેલી વસ્તુને જિજ્ઞાસુઓએ સમજી લેવા માટે પૂરતો પ્રયત્ન કરી લેવો જોઈએ. વાંચતાંની સાથે સમજાય એવી એ વસ્તુ નથી. સંસ્કૃત ભાષા કે દાર્શનિકોની પરિભાષા વગેરેનું પ્રાથમિક પણ જ્ઞાન ન હોય ત્યારે – આ બધું સમજવાનું ઘણું જ અઘરું છે. અહીં જણાવેલી વાતનો થોડોઘણો ખ્યાલ આવે – એ માટે નીચે જણાવ્યા મુજબ થોડું સમજી લેવું જોઈએ.
સામાન્યથી પદાર્થજ્ઞાન, વાદ્યાર્થજ્ઞાન, મહાવાક્યર્થજ્ઞાન અને ઐમ્પિયર્થજ્ઞાન : આ પ્રમાણે ચાર પ્રકારનું જ્ઞાન છે. “હિંસ્થાત્ સર્વભૂતાનિ”..... ઈત્યાદિ વાક્યોનાં તે તે પદોના અર્થના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ વાક્યર્થના જ્ઞાનને વાક્યર્થજ્ઞાન કહેવાય છે. પૂર્વાપરવાઢ્યાર્થના જણાતા વિરોધને દૂર કરવાના જ્ઞાનને મહાવાક્યર્થ જ્ઞાન કહેવાય છે. અને તે તે વાક્યના તાત્પર્યાર્થના જ્ઞાનને ઔદંપર્યાર્થ જ્ઞાન કહેવાય છે. ન હિંયાત્.... ઈત્યાદિ વાક્યનાં પદોનો નિષેધ વગેરે જે અર્થ છે તેના જ્ઞાનને પદાર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહીં કરવી જોઈએ.... ઈત્યાદિ આકાર (સ્વરૂપ) વાક્યર્થજ્ઞાન કહેવાય છે. હિંસા નહિ કરવી; તો વિહારાદિ વખતે નદી ઊતરવાદિનું વિધાન કઈ રીતે શક્ય બને ? અર્થા ન બને; તેથી અપવાદસ્વરૂપે મમત્વાદિ દોષના પરિહાર માટે નદી ઊતરવાદિ વખતે હિંસા થવા છતાં દોષ નથી. ઉત્સર્ગથી હિંસા કરવી ના જોઈએ. પરંતુ આપવાદિક હિંસા, દોષનું કારણ બનતી નથી. તેને પણ દોષનું કારણ માની લેવામાં આવે તો મમત્વાદિ ઉત્કટ દોષોનો પરિહાર શક્ય નહિ બને. આવા પ્રકારના જ્ઞાનને મહાવાક્યર્થજ્ઞાન કહેવાય છે. અને અને તો ભગવાન
DિEDDDDDDDDDD;
DONGROLOGGINGS