________________
શક્ય બને; એ બધાં વાક્યોનો અર્થ કઈ રીતે સફ્ળત કરવો.... વગેરે જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાસ્વરૂપ મહાવાક્યાર્થના કારણે પૂર્વમાં થયેલું જ્ઞાન; સંબંધિત સલ વાક્યાર્થનું અવહન કરે છે. પાણીમાં પડેલું તેલનું બિન્દુ જેમ બધે ફેલાય છે તેમ ચિન્તાજ્ઞાન; અનેક વિષયોમાં વિસ્તરે છે. આ રીતે તે તે વાક્યાર્થસાપેક્ષ અર્થનો નિર્ણય સૂક્ષ્મયુક્તિપૂર્વક થાય છે. સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજી શકાય એવી યુતિને સૂક્ષ્મ યુક્તિ કહેવાય છે. તે તે અર્થનો, અનેકવિધ અપેક્ષાએ પૂર્વાપરના વિરોધને દૂર કરી જે નિર્ણય કરાય છે તે નિર્ણય સમભંગી સ્વરૂપ સ્યાદ્વાદથી સગત હોય છે.
સત્ત્વ-અસત્ત્વ; નિત્યત્વ-અનિત્યત્વ અને ભિન્નત્વઅભિન્નત્વ..... વગેરે ધર્મોનો તે તે અપેક્ષાએ એક જ ઘટાદિ વસ્તુમાં સ્વીકાર કરવો- તેને ‘સ્યાદ્વાદ’ કહેવાય છે. પ્રમાણ અને નયવાક્યથી એવો સ્યાદ્વાદસંગત બોધ થતો હોય છે. વસ્તુના સમગ્ર સ્વરૂપને જણાવનારાં તે તે વાક્યોને પ્રમાણવાક્ય કહેવાય છે. અને વસ્તુના એક અંશને (અસમગ્ર સ્વરૂપને) જણાવનારા વાક્યને નયવાક્ય કહેવાય છે. બંન્ને વાક્યોને આશ્રયીને સમભંગી પ્રવર્તે છે. કોઈ પણ વસ્તુને જણાવવા માટેના વચનના પ્રકારને ભઙ્ગ કહેવાય છે. સ્વાસ્તિ; स्यान्नास्ति; स्यादस्ति नास्ति; स्यादवक्तव्यः ; स्यादस्ति अवक्तव्यः; स्यान्नास्ति अवक्तव्यः भने स्यादस्ति नास्ति अवक्तव्यः પ્રમાણે સમભગ્ગી છે. આ પ્રમાણે સાત ભગોને છોડીને અન્ય આઠમો ભગ નથી. નય, પ્રમાણ અને સમભઙ્ગીનું સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે તેની જિજ્ઞાસાવાળાએ રત્નાકરાવતારિકા, જૈનતર્કભાષા વગેરે ગ્રન્થોનું અધ્યયન કરી લેવું જોઈએ..... I૨-૧૨૫
આ
૨૩
RECE dud
-