________________
રીતે દૃષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે. આશય એ છે કે સર્વદર્શનોનું (પ્રવાદોનું) મૂળ દૃષ્ટિવાદ છે. જૈનદર્શનની સાથે અવિસંવાદી એવો જે કોઈ અર્થ અન્યદર્શનમાં જણાય છે તે દૃષ્ટિવાદમાંથી આવેલો છે. આમ છતાં તે અન્યદર્શનમાં હોવાથી તેનું નિરાકરણ કરાય તો ખરી રીતે તેથી દૃષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે, જે મુમુક્ષુઓ માટે યોગ્ય નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે અન્યદર્શનમાં જે વિસંવાદી અર્થ છે, તેનું નિરાકરણ કરવામાં કોઈ દોષ નથી. જે કોઈ દોષ છે તે ત્યાં છે કે જ્યાં અવિસંવાદી અર્થ હોવા છતાં માત્ર અન્યદર્શનનો હોવા માત્રથી તેનું નિરાકરણ કરવામાં આવે છે. અર્થના નિરાકરણનો હેતુ તેની વિસંવાદિતા હોવો જોઈએ, તે પરદર્શનોફત છે તેથી તે નિરાકાર્ય નથી. અર્થની નિરાકાર્યતા તેની વિસંવાદિતાના કારણે છે..... ર-૧૪
ભાવનામયજ્ઞાનની અવસ્થાવિશેષ જણાવાય છે – सर्वत्रैव हिता वृत्तिः समापत्त्यानुरूपया। ज्ञाने सञ्जीविनीचारज्ञातेन चरमे स्मृता ॥२-१५॥
છેલ્લે ભાવનામયજ્ઞાન હોતે છતે બધે સ્થાને ઉચિત અનુગ્રહ કરવાના પરિણામના કારણે સંજીવિનીયુકત ચારો ચરાવવાના દૃષ્ટાન્તથી હિતકારિણી પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વશાસ્ત્રનાં વાક્યોના તાત્પર્યને આશ્રયીને ભાવનામયજ્ઞાનમાં શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનું જ પ્રાધાન્ય સમજાય છે. આ અસાર સંસારમાંથી મુક્ત બનાવનારી એકમાત્ર એ પરમતારક આજ્ઞાની જ આરાધના છે. દરેક ભવ્યાત્માઓને એનો યોગ થાય તો તેઓ બધા આ અસાર સંસારથી મુક્ત બની શકે” આવા પ્રકારની અનુગ્રહની
@DDDDDDGE BggLggLggLgS
STUD
]D]D]D]
D]D