Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ ‘ત્રિશ-દ્વાન્નિશિ’ મા -૨ (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ - ધોળકા) આ પુસ્તકમાં આ શ્લોકની (૨-૧૬ની) ટિપ્પણીમાં તેના ભાવાનુવાદકારે જે જણાવ્યું છે તે તદ્દન વિચિત્ર છે. એનો ખ્યાલ આવે-એ માટે એ અંગે ‘શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતામાં થોડું જણાવ્યું હતું. તે અહીં પણ જણાવવાનું આવશ્યક હોવાથી નીચે જણાવ્યું છે. દેશનાદ્વાત્રિશિકાના ભાવાનુવાદકારે ભાવના જ્ઞાનનું સ્વરૂપ સમજાવતી વખતે.. ““ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ-આવા મતલબના શાસ્ત્રવચન પરથી ભાવનામયજ્ઞાન સુધી ન પહોંચનાર ને માત્ર પદાર્થજ્ઞાનનો જ્ઞાતા બનેલો કહેવાતો વિદ્વાન આટલો બોધ કરી લે છે કે, “ધર્મનું પ્રયોજન મોક્ષ જ હોવું જોઈએ... પણ પછી જ્યારે અર્થવામfમાષિાપિ થર્ષે ઇવ યતિતવ્યમ્ આવું શાસ્ત્રવચન એની સામે ઉપસ્થિત થાય છે ત્યારે એ ભાવનામયજ્ઞાનને પામેલો ન હોવાથી આટલો સરળ વિષયવિભાગ કરી શક્તો નથી કે ધર્મનું પ્રયોજન બતાડવાના અધિકારમાં તેમ જ આશયશુદ્ધિ અંગેના અધિકારમાં, ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ એવું વિધાન આવેલું છે, જ્યારે અર્થકામ માટે શું કરવું' એવી જિજ્ઞાસાના અધિકારમાં એનો નિરવઘ ઉપાય દર્શાવવા માટે તેમ જ પાપયિાઓમાંથી જીવને બહાર કાઢી વધુ ને વધુ ધર્મક્રિયાઓ તરફ વાળવાના અભિપ્રાયથી અર્થકામના ઈચ્છકે પણ ધર્મ જ કરવો જોઈએ’ ઈત્યાદિ વિધાન આવેલું છે. માટે આમાં કોઈ વાસ્તવિક વિરોધ નથી”..... ઈત્યાદિ જણાવ્યું છે. આ અંગે જણાવવાનું કે – દેશનાદ્રાવિંશિકાના સોળમા શ્લોકની ટિપ્પણીમાં અનુવાદકારે જણાવેલી વિગત તદ્દન ખોટી છે. ઉપર જણાવ્યા મુજબના એવા કોઈ અધિકાર શાસ્ત્રકારશ્રીએ પાડ્યા નથી.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64