________________
કારણ કે એ ઉપકાર રહેશે તો મારે પ્રત્યુપકાર કરવા આપશ્રીની વિપત્તિની રાહ જોવી પડશે. ઉપકારનું ફળ પ્રત્યુપકાર સામા માણસની વિપત્તિમાં જ મળતું હોય છે. તેથી ઉપકારનું અસ્તિત્વ જ ન રહે – એ સારું છે.
આવી જ રીતે ભાવનામય જ્ઞાનના અભાવમાં માત્ર સ્કૂલ બુદ્ધિથી કરાતાં દાન-દીક્ષાદિ કાર્યો પણ અનર્થને જ કરનારાં છે, કલ્યાણકારી નથી. તેથી જ આ વાત જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે સદાને માટે હીન પાત્રાદિને ઉત્તમ માનવાથી વિરુદ્ધકોટિનાં દાનાદિમાં તેમ જ શાન્ચે જણાવેલી મર્યાદાથી વિપરીત રીતે દીક્ષાદિ આપવાથી ધર્મનો વ્યાઘાત જ થાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સુપાત્રદાનાદિ કરતી વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનો વિચાર કર્યા વિના અકથ્ય વસ્તુને વહોરાવવાથી તેમ જ અપાત્રને નિર્દોષ વહોરાવવાથી ધર્મ થતો નથી પરંતુ ધર્મનો વ્યાઘાત થાય છે. ભાવનાજ્ઞાન ન હોવાથી, “દાન આપવું જોઈએ એમ સમજીને પાત્ર કે કવ્ય વગેરેનો વિવેક કર્યા વિના કરાતાં દાનાદિથી ધર્મનો વ્યાઘાત થાય- એ સમજી શકાય છે. આવી જ રીતે શાસ્ત્રમાં યોગ્ય મુમુક્ષુને દીક્ષા કે દેશવિરતિ વગેરેનું પ્રદાન કરવા જણાવ્યું હોવા છતાં ભાવનાજ્ઞાનના અભાવે પૂર્વાપરનું અનુસન્ધાન ક્યાં વિના ગમે તે રીતે દીક્ષા આપવાથી પણ ધર્મનો વ્યાઘાત થાય છે. જેટલા દિવસ પાળશે તેટલો તો લાભ છે ને- એમ સમજી ગમે તેને દીક્ષા આપવાનું કાર્ય ભાવનામય જ્ઞાનનું નથી. નાનામાં નાના કાર્યને, પરિણામે સારામાં સારા ફળને આપનારું બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો તે ભાવનામય જ્ઞાન કરે છે. તેના અભાવમાં મોટામાં મોટું કાર્ય પણ અનર્થનું જ કારણ બને છે. આ ભાવનાજ્ઞાનનું વર્ણન કરતી વખતે
D|DIDDEDGE
DE|DADD |D]D]D] OSMSMSMSMSMSMS૩૫dGdGoldboleol climb.