________________
જ, તો એક સ્થળે દોષ અને બીજા સ્થળે દોષનો અભાવ કઈ રીતે મનાય ? આવા પ્રકારની વિપક્ષ(વિરોધ)ની શક્કા થતી હોવાથી હિંસાની નિવૃત્તિમાં અને શ્રી જિનાલયાદિના નિર્માણાદિમાં દૃઢતા રહેતી નથી. આવા વખતે ભાવનામયજ્ઞાનથી ભગવાનની આજ્ઞાનું પ્રાધાન્ય બરાબર જણાય છે. તેથી તે સમજે છે કે ભગવાન જેની ના પાડે તે નહીં કરવાનું અને ભગવાન જેની આજ્ઞા(વિધાન) આપે તે કરવાનું. આ સમજણથી મુમુક્ષુઓને પ્રવૃત્તિ-નિવૃત્તિ પ્રત્યે ખૂબ જ દૃઢતા પ્રાપ્ત થાય છે, જેનું માર્ગમાં સ્થિરતા અને ધીરતા પ્રત્યે અનિવાર્ય છે.
આવી રીતે સર્વત્ર મહાવાક્યથી નિર્ણય કરેલા અર્થમાં વિધિ કે નિષેધનું તાત્પર્ય ભગવાનની આજ્ઞા જ છે. દરેક અર્થના તાત્પર્યને જણાવનારું ભાવનામય જ્ઞાન છે. આ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે જીવનું સ્વરૂપ અન્ય જીવો કરતાં અધિક દેદીપ્યમાન હોય છે. ખાણમાં પડેલા જાત્યરત્નની પ્રભા; તે અશુદ્ધ (અસંસ્કૃત) હોવા છતાં બીજાં રત્નોની કાતિની અપેક્ષાએ જેમ અધિક હોય છે તેમ ભાવનામયજ્ઞાનવાળા ભવ્ય આત્માની પ્રભા; અન્ય જીવરત્નની પ્રભા કરતાં અધિક હોય છે. તેથી આ ભાવનામય જ્ઞાનને અશુદ્ધ જાત્યરત્નની આભા સમાન વર્ણવ્યું છે. ભાવનાજ્ઞાનવાળા કેવલજ્ઞાની નથી; તેથી શુદ્ધ નથી. પરંતુ અન્ય જીવોની અપેક્ષાએ તે ભવ્યાત્માઓના જ્ઞાનની આભા અધિક હોય છે.
“ર હિંથી સર્વભૂતાનિ..... ઈત્યાદિ એક વાક્યથી શ્રત, ચિન્તા અને ભાવના સ્વરૂપ વ્યાપાર કઈ રીતે સદ્ગત થાય? કારણ કે એક વાક્યથી એક કૃત (શ્રુતજ્ઞાનના કારણભૂત) સ્વરૂપ વ્યાપાર થઈ જાય તો તેનાથી બીજો વ્યાપાર થઈ શકશે નહિ.' - આ પ્રમાણે નૈયાયિક શક્કા કરે તો તેમને જણાવવું કે તમારા પોતાના મતમાં નો
DDDDDDDED
DeDDDDDDDDD
સ