________________
શ્રુતજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ પૂર્ણ કરાય છે – उत्पन्नमविनष्टं च बीजं कोष्ठगतं यथा। परस्परविभिन्नोक्तपदार्थविषयं तु न ॥२-११॥
પૂર્વશ્લોકમાંના પંચમ્યન્ત સર્વાનુI[.... ઇત્યાદિ પદોનો અને તેરમા શ્લોમાંના જ્ઞાન પદનો અહીં ઉત્પન્ન ની સાથે અન્વય (સંબન્ધ) છે. તેથી “પ્રમાણનયવર્જિત સર્વાનુગવાક્યથી થયેલું કોઠીમાં રહેલા બીજજેવું અને પરસ્પર ભિન્ન રીતે જણાવેલા પદાર્થોને નહિ જણાવનારું – એવું શ્રુતજ્ઞાન છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ન હિંસ્થા સર્વભૂતાનિ ઈત્યાદિ સર્વાનુગવાક્ય(સર્વશાસ્ત્રાવિરોધી)થી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે કોઠીમાં રહેલા બીજજેવું છે. એ બીજથી અંકુરાદિ ઉત્પન્ન થયેલા ન હોવા છતાં તેમાં અદ્ભુરાદિને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે. તેમ શ્રુતજ્ઞાનથી ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થયેલું જ છે, એવું નથી. પરન્તુ તેમાં તે બંન્ને જ્ઞાનને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા રહેલી છે. સામગ્રીવિશેષનું સન્નિધાન પ્રાપ્ત થાય તો ચોક્કસ જ શ્રુતજ્ઞાનથી ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન થાય છે.
આ શ્રુતજ્ઞાન પરસ્પર ભિન્ન(વિરુદ્ધ)સ્વરૂપે જણાવેલા પદાર્થનું અવગાહન કરાવતું નથી. કારણ કે પરસ્પર વિભિન્ન (વિરુદ્ધ) અર્થાવગાહી જ્ઞાન સંશયસ્વરૂપ હોય છે અને શ્રુતજ્ઞાન તો દસમા શ્લોકમાં જણાવ્યા મુજબ ઈહાસ્વરૂપ છે. ઈહા અપાયને કરાવવામાં તત્પર હોય છે. અને સંશય અપાયને અવરોધવામાં તત્પર હોય છે. તેથી સંશય અને ઈહામાં ભેદ છે.
જે લોકો; “શ્રુતજ્ઞાનમાં પદાર્થમાત્રનો જ બોધ હોય છે અને
ET| TET ETEADGETE AND REGDEDGENDEDGE GENEgggggSGS૧૯ggedEGAGEMBER