Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ “મૃત અને ચિન્તા(શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાન)થી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થનારી ભાવના(ભાવનાજ્ઞાન)થી ભાવ્ય-થનારું આ શાશ્વતત્ત્વ છે. ત્યાં શ્રુતજ્ઞાન તેને કહેવાય છે કે જે; સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થને જણાવનારા અને પ્રમાણ તથા નયથી રહિત વાક્યથી ઉત્પન્ન થયેલું હોય છે.' - આ પ્રમાણે દસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે હવે પછીના લોકો(૧૧-૧૨-૧૩)થી શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ વર્ણવ્યું છે, એ પ્રમાણે શ્રુત અને ચિન્તા જ્ઞાનથી ઉત્તરમાં ઉત્પન્ન થનારી ભાવના છે. તે ભાવનાજ્ઞાનથી શાસ્ત્રતત્વનો પરમાર્થ સારી રીતે ગ્રહણ કરાય છે. એક્લા શ્રુતજ્ઞાનથી કે ચિન્તાજ્ઞાનથી એ શક્ય બનતું નથી. એ માટે ભાવનાજ્ઞાન આવશ્યક છે. ભાવનાજ્ઞાન; શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. શ્રુતજ્ઞાન અને ચિન્તાજ્ઞાનની ઉપયોગિતા જ એ છે. જેથી તે બંન્ને જ્ઞાનના ઉત્તરકાળમાં ભાવનાજ્ઞાન થાય છે. એનાથી વાદ્યાર્થ પારમાર્થિકસ્વરૂપે જણાય છે. આ પ્રમાણે આ શ્લોકના પૂર્વાર્ધથી; પંડિતજનો જેની પરીક્ષા કરે છે તે શાસ્ત્રતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. જોકે આટલા નિરૂપણથી શાસ્ત્રતત્ત્વનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. પરંતુ હવે પછી ભાવનાજ્ઞાનના નિરૂપણ વખતે એ માટે પ્રયત્ન કરાશે. હવે આ શ્લોકના ઉત્તરાર્ધથી ત્રણ જ્ઞાનમાંના શ્રુતજ્ઞાનનું નિરૂપણ કરાય છે. આ શ્લોકનો ઉત્તરાર્ધ અને અગિયારમો સંપૂર્ણ શ્લોક : એમ દોઢ શ્લોકથી શ્રુતજ્ઞાનનું સ્વરૂપ વર્ણવેલું હોવાથી આ શ્લોકના ઉત્તરાર્ધ-માત્રના વિવેચનથી એ અંગે (શ્રુતજ્ઞાનના સ્વરૂપ અંગે) ચોક્કસ ખ્યાલ નહીં આવે. તેથી અહીંના વિવેચનનું અનુસંધાન કરી આગળના (૧૧મા) શ્લોકનું વિવેચન જોવું. DDEDDRESETURDo A DRESSEDDEDGED dUglêsold ladelS૧૭dd/g/Soladodsdls

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64