________________
દોષોનો ત્યાગ કરનારા અને સન્માર્ગ તેમ જ તેના આરાધકાદિની નિન્દા કરવા વગેરે સ્વરૂપ મોટા દોષોને સેવનારા, એવા લોકોનું એ અનુષ્ઠાન (સદનુષ્ઠાન-જેવું દેખાતું) સર્વથા ત્યાજ્ય છે. કોઈ પણ રીતે એ ઉપાદેય નથી. કારણ કે પ્રવચનનો ઉપઘાત (વિનાશ) કરનારા એ મોટા દોષોને લઈને શુદ્ધચારિત્ર જેવા દેખાતાં પણ અનુષ્ઠાનો મોક્ષનાં કારણ બનતાં નથી. માટે એવાં અનુષ્ઠાનો કોઈ પણ રીતે પ્રધાન નથી. આ વાતને દૃષ્ટાન્તથી સમજાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે શરીરમાં ગમે તેટલી શીતતા હોય પરંતુ તેના ત્યાગ માટે (નિવારણ માટે) બળતા અગ્નિમાં પડવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. શરીરની શીતતાને દૂર કરવા અગ્નિમાં પડવાનું જેટલું ભયંકર છે, એટલું જ ભયંકર; નાના દોષના પરિહાર માટે પ્રયત્ન કરનારા અને મોટા દોષોને મજેથી આચરનારાનું વૃત્ત પણ છે..... /ર-૮
~~~~ પંડિત જનો સર્વ પ્રયત્ન શાસ્ત્રતત્ત્વને પરીક્ષે છે – એ પ્રમાણે છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે, ત્યાં શાસ્ત્રતત્ત્વનું સ્વરૂપ જણાવાય છે.
शास्त्रतत्त्वं बुधज्ञेयमुत्सर्गादि-समन्वितम् । तद् दृष्टेष्टाविरुद्धार्थमैदम्पर्यविशुद्धिमत् ॥२-९॥
ઉત્સર્ગ અને અપવાદ વગેરેથી યુક્ત; દૂષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ અને તાત્પર્યને આશ્રયીને શુદ્ધ એવું શાસ્ત્રતત્ત્વ પંડિતજનોથી જ શેય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શાસ્ત્રતત્ત્વ બાલ કે મધ્યમ જીવો સમજી શક્તા નથી. માત્ર પંડિતજનો જ સમજી શકે છે. તે શાશ્વતત્ત્વ ઉત્સર્ગ અને અપવાદ તેમ જ વ્યવહાર અને નિશ્ચય... વગેરેથી સમન્વિત હોય છે. ત્યાં; તે તે સ્વરૂપે જણાવેલો જે અર્થ છે તે દૂર અને ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ
DEDDED]D]DDED
DGDDETERDDDDDD