________________
બાલ છે. માત્ર વેષને- આકારને- પ્રધાન માનવાથી તેમાં ધર્મતત્ત્વ સમજાવવાનું ઘણું જ કપરું છે. ર-ળા
મધ્યમજીવો વૃત્ત(આચાર)ને પ્રધાન માને છે. તેવૃત્તનું સ્વરૂપ જણાવાય છે –
गुरुदोषकृतां वृत्तमपि त्याज्यं लघुत्यजाम् । जाड्यत्यागाय पतनं ज्वलति ज्वलने यथा ।२-८॥
“નાના(સૂક્ષ્મ) દોષોનો ત્યાગ કરનારા અને મોટો દોષોને આચરનારાનું વૃત્ત પણ હેય કોટિનું છે, કોઈ પણ તે આદરણીય નથી. શરીરની ઠંડી(ટાઢ)ને દૂર કરવા બળતા એવા અમાં કોઈ પડતું નથી” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મધ્યમબુધિ જીવો આચારને પ્રધાન-મુખ્ય માને છે. માત્ર વેષને તેઓ પ્રધાન માનતા નથી. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે આવોની જેમાં નિવૃત્તિ છે, એવા સદનુષ્ઠાનને અહીં વૃત્ત-માચાર મનાય છે.જોકે આત્માની સર્વસાવદ્યથી વિરામ પામવાદિની પરિણતિને જ વાસ્તવિક રીતે વૃત્ત-આચાર કહેવાય છે. એવી પરિણતે (પરિણામભાવ) વિના; સર્વથા નિરવદ્ય (શુદ્ધ) જણાતાં પણ બાય અનુષ્ઠાનોને આચાર તરીકે મનાતાં નથી. પરંતુ સર્વસાવદ્ય યોગથી વિરામ પામવાના પરિણામપૂર્વકના તે અનુષ્ઠાનમાં પરિણામનો (કાર્યમાં કાણનો) ઉપચાર કરવાથી તે અનુષ્ઠાનને પણ વૃત્ત-આચાર કહેવાય છે, જે ચારિત્રસ્વરૂપ છે અને ચારિત્રમોહનીયર્મના ક્ષયોપશમથી પ્રગટેલું હોવાથી શુદ્ધ છે.
જે લોકોનું કીર્તિ, માન, સન્માન અને સંસારના સુખો વગેરેના ઉદ્દેશથી શુદ્ધચારિત્ર જેવું અનુષ્ઠાન દેખાય છે, તે અઝાનને અહીં વૃત્ત તરીકે વર્ણવ્યું નથી. અપ્રમાર્જના, અપ્રતિલેખનાદિસ્વરૂપ સૂક્ષ્મ
GS//SqSqqSONGS 14/7 bd GBòGGZG7S