________________
ઇત્યાદિની
મધ્યમ કોટિનો હોય છે. તેમને વિશેષ જ્ઞાન ન હોવાથી; શું કરવાથી વિશેષ લાભ થશે અથવા શું કરવાથી અલાભ થશે સમજણ હોતી નથી. તેઓ શાસ્ત્રમાં જે પ્રમાણે શબ્દથી જણાવ્યું હોય તે મુજબ કરતા હોય છે. પરન્તુ તેના પરમાર્થને જાણત નથી. ગુરુલાઘવના જ્ઞાનથી કરી શકાતા એવા કાર્યને તેઓ કરત નથી. માત્ર સૂત્રમાં જણાવેલા તે તે કાર્યને તેઓ કરે છે. તેથી તે મધ્યમઆચારવાળા છે. માત્ર વેષને જોયા વિના આચારને પણતેઓ અન્વેષે છે. બીજાને ધર્મી તરીકે માનવામાં તેઓ માત્ર વેષની મપેક્ષા રાખતા નથી, પરન્તુ સાથે સાથે આચારની મુખ્યતા રાખે છે. ધર્મિપણામાં આચાર મુખ્ય છે - એવી માન્યતાને તેઓ સેવતા હોય છે. તેથી આચારહીન એવા વેષધારીને તેઓ વન્દનીય વગેરે મનતા નથી. પંડિતજનો તો પૂર્ણ પ્રયત્ને શાસ્રતત્ત્વને જોતા હોય છે. વેષ અને આચારને જોયા પછી પણ ધર્માત્માઓની પ્રવૃત્તિ શાષાનુસારી છે કે નહિ...વગેરે ખૂબ જ સૂક્ષ્મ રીતે જુએ છે. પંડિતો જ્ઞાન, દર્શન અને ચારિત્ર : એ ત્રણનું અનુસરણ કરતા હોય છે. તેમનો આચાર ઉત્કૃષ્ટ કોટિનો હોય છે. શાસ્ત્રના તત્ત્વ-પરમાર્થની પરીક્ષા કરીને જ તેઓ બીજાને ધર્મી તરીકે માને છે. આ રીતે બાલ, મચમ અને પંડિત જનોને ઓળખીને તેમને ઉચિત દેશના આપવી જોએ. ।।૨-૬॥
.
બાહ્યલિઙ્ગ પણ અપરિગ્રહતાદિને જણાનારું હોવાથી બાહ્યલિઙ્ગને પ્રધાન-મુખ્ય માનનારને બાલ કેમ હેવાય છે આવી શંકાનું સમાધાન કરાય છે
गृहत्यागादिकं लिङ्गं बाह्यं शुद्धिं विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥२-७॥
\B
૧૨
um
6:
-