________________
અર્થા આશીવિષના મુખમાં જે વિષ છે તેનાથી ભયંકર એવું વિષ; એ વિવેકરહિત ધર્મદેશકોના વચનમાં છે. કારણ કે આશીવિષસર્પના મુખમાંનું વિષ એક જ મરણનું કારણ બને છે. પરંતુ પોતાની જાતને પંડિત માનનારા અને વચનના વિવેકથી અજ્ઞાત એવા ધર્મદેશકોના વચનમાં રહેલું મિથ્યાત્વસ્વરૂપ વિષ અનેકાનેક મરણનું કારણ બને છે. આ રીતે એક વિષ (મિથ્યાત્વસ્વરૂપ વિષ) અનેક જન્મનાં દુઃખોનું કારણ છે અને બીજું વિષ (સર્પના મુખમાં રહેલું) એક જન્મના જ દુઃખને આપનારું છે.
આથી સમજી શકાશે કે જેમને દેશ, કાળ, પુરુષ અને વચનની શુદ્ધિ વગેરેનું જ્ઞાન નથી અને પાછા પોતાની જાતને પંડિત માનીને ધર્મદેશના કરવાની પ્રવૃત્તિ કરે છે; એ ધર્મદેશકો મિથ્યાત્વસ્વરૂપ વિષને શ્રોતાઓના હૃદય સુધી નિરન્તર પહોંચાડ્યા જ કરે છે. પોતાને તો આવી પ્રવૃત્તિના કારણે કુશીલતા પ્રાપ્ત થયેલી છે જ. પરંતુ એ પ્રવૃત્તિથી શ્રોતાઓને પણ મિથ્યાત્વ-વિષની બાધા કરે છે. તેથી ઉભય(વકતા અને શ્રોતા)ને માટે અહિત કરનારી આવી પરસ્થાનદેશનાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે દૂર કરવી જોઈએ. જેમને દેશાદિનું કે શુધ્યાદિનું જ્ઞાન નથી એવા લોકોએ મૌન રહેવું જોઈએ. પરન્તુ આવા લોકો જ્યારે પોતાની જાતને પંડિત માને છે, ત્યારે તેઓ બોલ્યા વગર રહી શકતા નથી. અને નિરન્તરવચન દ્વારા મિથ્યાત્વસ્વરૂપ વિષને વમતા હોય છે. મુમુક્ષુએ આવા અવસરે ખૂબ જ ઉપયોગપૂર્વક વર્તવું જોઈએ. અન્યથા એ મિથ્યાત્વવિષની બાધા-પીડા ભોગવવાનો પ્રસંગ આવશે. વર્તમાનની વિષમ સ્થિતિની ઉત્પત્તિમાં એવા ધર્મદેશકોએ પુષ્કળ ફાળો આપ્યો છે. એ પ્રવૃત્તિને અટકાવવાનું આપણી શક્તિ બહારનું છે. પરંતુ એમાં આપણે આવી ન જઈએ
|DF\DEEND|D]D]D]BCA SYDNESDSDFDFDF\ D\D