________________
છે..... ઈત્યાદિ સૂત્રમાં જણાવ્યું છે કે રાજાના અભિપ્રાયનો આદર ન કરીએ તો તે મારે પણ; તેથી તું અહીં જાણ !' આવી ધર્મદશનામાં શ્રેય-પુણ્ય નથી. આ પુરુષ કોણ છે, ક્યા દેવને માને છે..... વગેરે જાણીને જ ધર્મદેશના કરવી જોઈએ. ધર્મદેશના કરતી વખતે આ રીતે પુરુષાદિનું જ્ઞાન આવશ્યક છે. પુરુષાદિનું જ્ઞાન આવશ્યક ન હોય તો શ્રી નન્દીસૂત્ર વગેરે ગ્રન્થમાં પર્ષદાદિના ગુણ અને દોષનું વર્ણન કરવાનું અર્થહીન બની જશે. તેથી સમજી શકાશે કે પુરુષાદિવિશેષને આશ્રયીને દેશનાનો ભેદ(ફરક) કરવાનું યુફત જ છે. અન્યથા પરસ્થાનદેશનાથી કુશીલતા પ્રાપ્ત થશે.... ર-૪ના
દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના ધર્મદેશનાને આપનારા ધર્મદેશકને કુશીલતા પ્રાપ્ત થાય છે-એ જણાવ્યું. હવે આવા ધર્મદેશકોની દેશનાથી શ્રોતાઓને જે અનિષ્ટ થાય છે તે જણાવવા માટે પાંચમો શ્લોક છે –
अज्ञातवाग्विवेकानां पण्डितत्वाभिमानिनाम् । विषं यद्वर्त्तते वाचि मुखे नाशीविषस्य तत् ॥२-५॥
“વાણીસંબન્ધી વિવેકનું જેમને જ્ઞાન નથી અને પોતાની જાતને જેઓ પંડિત માને છે, તેમની વાણીમાં જે ઝેર છે તે ઝેર આશીવિષસર્પના મુખમાં નથી.”- આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે હું જે બોલું છું તે શુદ્ધ (માર્ગાનુસારી) છે કે અશુદ્ધ શ્રોતા યોગ્ય છે કે અયોગ્ય તેમ જ દેશ અને કાળ ઉચિત છે કે અનુચિત છે... વગેરે સમ્બન્ધી વચનવિવેક જેમને જ્ઞાત નથી અને પોતાની જાતને પાછા પંડિત માને છે, તેમની વાણીમાં જે મિથ્યાત્વસ્વરૂપ વિષ છે, તેવું વિષ આશીવિષસર્પના મુખમાં નથી.
DGDDDDDED),
DDEDDDDED