Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ગરીબ વગેરેને અપાય છે, તેવી જ દેશના રાજા વગેરે પુણ્યવા આત્માને અપાય છે. આથી સમજી શકાય છે કે શ્રી આચારાગસૂત્રમાં જીવમાત્રને એકસરખી જ દેશના આપવાનું ફરમાવ્યું છે. તેથી બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ફેરફાર કરવાનું ઉચિત નથી. કારણ કે સૂર-આગમનું ઉલ્લંઘન મહાન અનર્થનું કારણ છે – આવી શંકાનું નિરાકરણ કરાય છે – कोऽयं पुरुष इत्यादिवचनादत एव च । पर्षदादिविवेकाच्च व्यक्तो मन्दस्य निग्रहः ॥२-४॥ “યથાસ્થાનદેશના આપવામાં ન આવે તો પરસ્થાનદેશના આપનાર વકતાને કુશીલતાસ્વરૂપ દોષનો પ્રસંગ આવતો હોવાથી જ જોડવં પુરુષ...ઇત્યાદિ વચનથી (શ્રી આચારાંગમાં) પુરુષાદિને જાણવાની અને પર્ષાદિના વિવેચનથી (શ્રી નંદીસૂત્રાદિમાં) પર્ષદાને જાણવાની વાત કરીને; તેમ કરવામાં ન જ આવે તો પરસ્થાનદેશનાને આપનારા મન્ટનો નિગ્રહ સ્પષ્ટપણે જણાવ્યો છે.- આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યથાસ્થાનદેશના આપવામાં ન આવે અને ઉપર જણાવ્યા મુજબના શ્રી આચારાંગસૂત્રના વચનાનુસાર રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાની હોય તો, શ્રી આચારાંગસૂત્રમાં જ આગળ જઈને જે જણાવ્યું છે કે 'કોણ પુરુષ છે...'વગેરે – તે, ધર્મદેશકે જોવું જોઈએ. તેમ જ શ્રી નન્દીસૂત્ર વગેરેમાં પર્ષદાદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એથી એ ચોક્કસ છે કે ધર્મદેશકે પુરુષાદિને અને પર્ષદાદિને જાણીને જ ધર્મદેશના આપવી જોઈએ. આથી જ આ પ્રમાણે ન કરવામાં આવે તો દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનના અભાવવાળા મન્દ ધર્મદેશકનો નિગ્રહ એટલે કે GિDDDDDDDD; CgNggEAgECONGS suggggggBgE

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64