Book Title: Deshna Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ નથી. આમ પણ શ્રોતાની મનની પરિણતિને જાણવાનું પૂરું છે.” - આ પ્રમાણેની શંકાનું સમાધાન કરાય છે. अनुग्रहधिया वक्तुर्धर्मित्वं नियमेन यत् । भणितं तत्तु देशादिपुरुषादिविदं प्रति ॥२-३॥ અનુગ્રહ કરવાની બુદ્ધિથી વ્યાખ્યાતાને ચોક્કસપણે નિર્જરા થાય છે – એ પ્રમાણે જે કર્યું છે, તે; દેશ વગેરે અને પુરુષ વગેરે (શ્રોતાદિ)ને જાણનારા વ્યાખ્યાતાને આશ્રયીને કહ્યું છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ “ર મવતિ થર્મ:.' ઇત્યાદિ કારિકા દ્વારા; “વફતાને શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ ધર્મદેશના આપવાથી એકાન્ત નિર્જરા તે ભાજન બને છે' - એ જે જણાવ્યું છે તે; દેશ અને કાલાદિના તેમ જ બાલાદિ સ્વરૂપે પુરુષ(શ્રોતા) અને તેની પરિણતિ વગેરેના જે જાણકાર છે તેવા ધર્મોપદેશકોને આશ્રયીને જણાવ્યું છે. જે ધર્મોપદેશકો દેશ કે કાલાદિને અને પુરુષ કે તેની પરિણતિ વગેરેને જાણવા માટે પ્રયત્ન કરતા નથી તેમને આશ્રયીને એ વાત કરી નથી. દેશાદિ અને પુરુષાદિને જાણ્યા વિના અનુગ્રહબુદ્ધિથી પણ દેશના આપવાથી તે ધર્મોપદેશકોને નિર્જરા થતી નથી. પરન્તુ તે ઉપદેશકોને કુશીલતાનો પ્રસંગ આવે છે. ર-૩ ~~ ~ આ રીતે બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ભેદ કરવો (ફેરફાર કરવો) : એ યોગ્ય નથી. કારણ કે રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાનું વિધાન છે. શ્રી આચારાંગસૂત્રમાં (સૂ. નં.૧૦૧) જણાવ્યું છે કે પુણ્યશાળી રાજા વગેરેને જેવી દેશના અપાય છે તેવી જ દેશના ગરીબ વગેરે તુચ્છ જનોને અપાય છે. જેવી દેશના તુચ્છ GDDED]\DDDDDED DિDDDDDDED c/PUBMED/C/EdSUddddddd/b/Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64