Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ માટે યોગ્ય એવી દેશના આપવામાં આવે તો તે દેશના પરસ્થાનદેશના છે. વર્તમાનમાં પ્રાયઃ બાલ, મધ્યમ અને પંડિત : આ ત્રણેય શ્રોતાઓથી યુકત સભા હોય છે. આવા વખતે ધર્મદેશકો તે તે જીવોની મુખ્યતા રાખીને દેશના આપતા હોય છે. એટલામાત્રથી એ દેશના પરસ્થાન દેશના ન બને. જીવવિશેષને તેની અયોગ્યતાને લઈને કોઈ વાર કોઈ વિષયમાં બુદ્ધિભેદ થાય - એ બનવાજોગ છે. આવું તો શ્રી વિતરાગપરમાત્માની દેશનાના નિયમિત શ્રવણથી પણ પાખંડી જનો માટે બનતું હોય છે. પરંતુ એટલામાત્રથી તે દેશનાને પરસ્થાનદેશના સ્વરૂપે વર્ણવવાનું સાહસ કરવું ના જોઈએ. લોકોના બુદ્ધિભેદની ચિન્તા કરવા પહેલાં ખોટી રીતે પરસ્થાનદેશનાને વર્ણવનારાએ પોતાનો બુદ્ધિભેદ શાથી થયો છે – એ વિચારવું જોઈએ. ત્યાં સુધી આપણે એમની વાતમાં આવી ન જઈએ તેની તકેદારી રાખીએ. ર-રો. ༤༤༤༤༤༤༤ જો ઉપર જણાવ્યા મુજબ પરસ્થાનદેશના આપવાથી ધર્મદેશકને કુશીલતાની પ્રાપ્તિ થતી હોય તો વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ ભગવો ફરમાવેલી વાતનો વિરોધ આવશે. તેઓશ્રી ફરમાવે છે કે, ‘હિતકર એવાં વચનોના શ્રવણથી બધા જ શ્રોતાઓને એકાન્ત ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શ્રોતાની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ધર્મદેશના આપનાર વકતા(વ્યાખ્યાતા)ને એકાન્ત ધર્મ (કર્મનિર્જરા) થાય છે. જો પરસ્થાનદેશના આપનારને ઉપર જણાવ્યા મુજબ કુશીલતાનો પ્રસંગ આવતો હોય તો ઉપર જણાવેલા વચનનો વિરોધ આવશે. તેથી ઉમાસ્વાતિમહારાજાના વચનથી ખરેખર તો એમ જણાય છે કે ધર્મદેશકે આગમના અર્થનો ઉપદેશ આપવો તેમાં તેનું એકાન્ત હિત છે. શ્રોતા કેવો છે અને કેવો નહિ – એ જોવાની આવશ્યકતા DO DO DY GOOGGGGGg/gDGE Yace DODO DADO DO DOD

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64