________________
શ્લેકાર્થ સ્પષ્ટ છે કે-ગૃહત્યાગાદિ બાહ્ય લિંગ આન્તરિક શુદ્ધિ વિનાનિરર્થક છે. રોગીને ઔષધ વિના વૈદ્યવેષ ધરવા માત્રથી આરોગ્ય પ્રાપ્ત થતું નથી. કહેવાનો આશય એ છે કે કોઈ પણ જાતના આચાર કે વિચારને પ્રાધાન્ય આપ્યા વિના માત્ર બાહ્ય વેષઆકારને પ્રધાન માનનારા ખરા અર્થમાં બાલ છે. કારણ કે આન્તરિક ચિરપરિણતિને શુદ્ધિ વિના બાહ્ય વેષનું કોઈ જ મહત્ત્વ નથી. તે બાફ્યુલિંગ રિર્થક છે. તેનાથી અનાદિના ભવરોગનું નિવારણ થતું નથી. સામાન્યકોટિના રોગીનો રોગ દવા વિના દૂર થતો નથી. વૈદ્યનો વેષ ધારણ કરવા માત્રથી રોગીને આરોગ્યની પ્રાપ્તિ થતી નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. ધર્મના અર્થી હોવા છતાં માત્ર વેષને (બાહ્ય લિંગને જ પ્રધાન માનનારા એવા જીવો બાલ છે. બાલ જીવો ધર્મના ચર્થી નથી હોતા એવું નથી. પરંતુ વિશેષ જ્ઞાનનો અભાવ હોવાથી તેઓ આન્તરિક શુદ્ધિ વિના બાહ્ય વેષની નિરર્થકતાને સમજી શકતા નથી. અન્તઃકરણમાં પ્રગટ થયેલા તત્ત્વવિવેકને આન્તરિક શુદ્ધિ કહેવાય છે. આવી શુધિ વિશેષ જ્ઞાનથી પ્રાપ્ત થતી હોય છે, જે; બાલવોને હોતી નથી.
આન્તરિ તત્ત્વવિવેક વિનાનું બાહ્યલિફ્ટ નિરર્થક હોવાથી જ અન્ય વિદ્યુનોએ પણ તેને મિથ્યાચારના ફળવાળું વર્ણવ્યું છે. મિથ્યાચારવાળા જીવોનું સ્વરૂપ વર્ણવતાં તેઓએ જણાવ્યું છે કે, જે બહારથી ઇન્દ્રિયોનું નિયમન કરીને મનથી પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપાદિનું સ્મરણ કરે છે તે વિમૂઢ આત્માને મિથ્યાચાર કહેવાય છે. જન્માન્તરમાં માર્જેલા અકુશલ કર્મનો જ આ વિપાક છે કે ભોગ અને ઉપભોગથી રતિ બની બુદ્ધિમાન આત્માઓ જેને નિન્દનીય ગણે છે એવા બાફ્યુલ્ડિંગમાત્રને ધારણ કરી કષ્ટમય જીવન જિવાય છે. - આ બધું સમજવાજેટલી પાત્રતા જેમનામાં નથી એવા જીવો ખરેખર જ
PEBBEDDEDGE
MDCPSC/Sd/dEdded