Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ અહીંના પ્રમાનિવર્ણિતાત્ સર્વાનુમ્ વાવસ્થાત્ - આ પરામ્યન્ત પદો; અગિયારમા શ્લોકમાં ઉત્પન્નમ્ અહીં જોડવાનાં છે. સકલશાસ્ત્રના અવિરોધી એવા અર્થનો નિર્ણય જે વાક્યથી થાય છે, તે વાક્યને સર્વાનુ વાક્ય કહેવાય છે. “હિંથાત્ સર્વભૂતાનિ'; નામૃત વહેતુ’ અને ‘નાદ Juળીયા વગેરે વાક્યો (હિંસા કરવી નહિ; અસત્ય બોલવું નહિ અને ન આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ ઈત્યાદિ અર્થને જણાવનારાં વાક્યો) સર્વાનુગ વાક્ય છે. કારણ કે તે વાક્યથી જણાવેલો અર્થ કોઈ પણ શાસ્ત્રથી વિરુદ્ધ નથી. સર્વાનુગવાક્યથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન, પ્રમાણ અને નયના જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રુતજ્ઞાનાદિ ત્રણેય જ્ઞાનો વાક્યથી થાય છે. સર્વાનુગવાક્યથી શ્રુતજ્ઞાન થાય છે – એ કહેવાનો અર્થ એ નથી કે એ વાક્યથી ચિન્તાજ્ઞાન કે ભાવનાજ્ઞાન થતાં નથી. સર્વાનુગવાક્યથી જ્યારે શ્રવણમાત્રના કારણે જ્ઞાન થાય છે અને ત્યારે પ્રમાણ કે નયના જ્ઞાનની અપેક્ષાએ અર્થની વિચારણા હોતી નથી ત્યારે એ જ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ હોય છે. શ્રુતજ્ઞાનમાં પ્રમાણનયના અધિગમનો અભાવ હોય છે. કારણ કે વાક્યના શ્રવણમાત્રથી પદાર્થમાત્રનો અવગ્રહ થાય છે. ત્યાર બાદ, ‘આ અર્થ ક્યો હશે” !..... ઈત્યાદિ સ્વરૂપ આકાક્ષા(જિજ્ઞાસા) ગર્ભિત વાક્યર્થની ઈહા થાય છે, જે શ્રુતજ્ઞાનસ્વરૂપ છે. પ્રમાણનો અધિગમ સમગ્રાંચના અપાય સ્વરૂપ છે અને નયનો અધિગમ વસ્તુના એકદેશના અપાય સ્વરૂપ છે. તેથી અપાયરૂપ પ્રમાણનયનો અધિગમ શ્રુતજ્ઞાનમાં ન હોય - એ સમજી શકાય છે. ર-૧ SUPPLIPIDDLDLD STDDTDADODADGDED

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64