Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ (અબાધિત) હોય છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણને દૂર પ્રમાણ કહેવાય છે. અને આગમપ્રમાણને ઈષ્ટ પ્રમાણ કહેવાય છે. જે શાસ્ત્રમાં જણાવેલો અર્થ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત ન હોય તે શાસ્ત્ર જ તાત્ત્વિક છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધિત એવો અર્થ જો શાસ્ત્ર જણાવે તો તેનું પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જ નિરાકરણ થવાથી તે શાસ્ત્રમાં તત્ત્વ (પ્રામાણ્ય) રહેતું નથી. આવી જ રીતે શાસ્ત્રમાં (આગમમાં) જણાવેલો અર્થ શાસ્ત્રાન્તરથી(આગમાન્તરથી) બાધિત ન હોય તો જ તે શાસ્ત્ર પ્રમાણભૂત મનાય છે. આગમાન્તરનો વિરોધ આવે એ રીતે જો આગમ; પદાર્થનું નિરૂપણ કરે તો તેનું નિરાકરણ આગમાન્તરથી જ થઈ જાય. તેથી તે આગમની પ્રામાણિકતા નહીં રહે. જે શાસ્ત્રનાં વાક્યોનું તાત્પર્ય બાધિત ન હોય તે શાસ્ત્રતત્ત્વ ઐદંપર્ય(તાત્પર્ય-કહેવાનો આશય)ની શુદ્ધિવાળું છે. આવું શાસ્ત્રતત્ત્વ પંડિતો સિવાય બીજા કોઈ સમજી શક્તા નથી. અર્ધા આવું શાસ્ત્રતત્ત્વ જેઓ સમજે છે તે જ પંડિતજનો છે. ધર્મના સ્વરૂપમાં નિરન્તર શાસ્ત્રતત્ત્વનું દર્શન કરવામાં પંડિત પુરુષો પ્રયત્નશીલ હોય છે. બાહ્યવેષ અને આચાર ગમે તેટલા સારા હોય પરંતુ તેમાં શાસ્ત્રતત્વ જોવા ન મળે તો બાહ્યવેષાદિનું કોઈ પણ જાતનું મહત્ત્વ નથી એ વાત તેઓ સારી રીતે સમજે છે. ર-૯ ~ ~ ~~ શાસ્ત્રતત્ત્વ જે રીતે પ્રાપ્ત થાય છે; તે ઉપાયો જણાવવા પૂર્વક તેનું સ્વરૂપ જણાવાય છે – श्रुतचिन्तोत्तरोत्पन्नभावनाभाव्यमस्त्यदः । श्रुतं सर्वानुगाद् वाक्यात् प्रमाणनयवर्जितात् ॥२-१०॥ DDDDDDDDDED GUGUGAGSCSCLUSGS. S DDDD]D]]D

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64