________________
વાદ્યાર્થીમાત્રનો બોધ હોતો નથી' –એ પ્રમાણે માને છે, તેમણે; ‘વિશકલિત(પરસ્પર અસમ્બદ્ધ) જ વાદ્યાર્થ બોધ શ્રુતજ્ઞાનમાં હોતો નથી.' -આ પ્રમાણે માનવું જોઈએ. કારણ કે દીર્ઘ એક ઉપયોગથી અનુસ્મૃત (અવિરત પ્રવાહવાળો) એવો પદાર્થ, વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદપૂર્વાર્થ સ્વરૂપવાળા વિષયનો બોધ શ્રુતજ્ઞાનમાં હોય છે એવું ઉપદેશપદમાં જણાવ્યું છે. વાદ્યાર્થીમાત્રનો બોધ શ્રુતજ્ઞાનસ્થળે હોતો નથી- એમ માની લેવામાં આવે તો ઉપદેશપદ' નિી સાથે વિરોધ આવશે. જોકે પદાર્થમાત્રનો પણ બોધ શ્રુતજ્ઞાનસ્થળે માનવામાં ન આવે તો ઉપદેશપદનો વિરોધ આવે છે. પરંતુ અહીં પરસ્પર વિભિન્ન પદાર્થવિષયક જ બોધનો વ્યવચ્છેદ ર્યો હોવાથી કોઈ દોષ નથી.
“શ્રુતજ્ઞાન વાદ્યાર્થમાત્રવિષયક હોય છે - આ પ્રમાણે જણાવ્યા પછી ખરી રીતે પદાર્થમાત્રવિષયક હોતું નથી એ કહેવાની આવશ્યકતા નથી. કારણ કે સંશ્લિષ્ટ પદસમુદાયસ્વરૂપ જ વાક્ય છે. તદર્થવિષયકશ્રુતજ્ઞાન માનવામાં કોઈ દોષ નથી. અને અસંશ્લિષ્ટ પદોનો સમુદાય વાક્યસ્વરૂપ ન હોવાથી તદર્થવિષયક શ્રુતજ્ઞાન માનવાનો કોઈ પ્રસંગ જ નથી.
‘પદસમૂહસ્વરૂપ વાક્ય છે - એમ માનવામાં આવે તો અસંશ્લિષ્ટ પદાર્થવિષયક શ્રુતજ્ઞાન હોતું નથી- એમ જણાવવાનું આવશ્યક છે. પરંતુ ઉપદેશપદમાં શ્રુતજ્ઞાનના વિષય તરીકે પદાર્થમાત્રને પણ વર્ણવ્યો હોવાથી તેના વિરોધનો પ્રસિદ્ઘ આવશે. તેથી અહીંયા તત્ર... ઈત્યાદિ ગ્રી છે. એનો આશય એ છે કે પદાર્થજ્ઞાન (પદાર્થ -માત્રવિષયક જ્ઞાન) ને “શ્રુતજ્ઞાન’ નું નામ અપાતું નથી. પરંતુ સંશ્લિષ્ટ પદાર્થજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે, તે વાક્યર્થવિષયક
DDED]D]D]D]D]D ]D]D]DEDGENDEDGE ddld6B/G/G ૨૦RSSSSSSS