Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ આવે તો પુરુષોને ઉન્માર્ગે લઈ જવાના કારણે કુશીલતા પ્રાપ્ત થશે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષના દાહ માટે અગ્નિની જ્વાળા જેવી છે. - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બાલાદિ જીવોને તેમની યોગ્યતા મુજબની દેશના આપવાના બદલે તેનાથી વિપરીત દેશના આપવામાં આવે તો બાલાદિ જીવોને તેમની બુદ્ધિને અંધ કરવા દ્વારા ઉન્માર્ગે લઈ જવાથી કુશીલતા પ્રાપ્ત થાય છે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષને બાળી નાખવા માટે અગ્નિની જવાળા જેવી છે. સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવન્તની દેશના જેવું બીજું કોઈ સાધન નથી. એ દેશનાના નિરન્તર પુણ્ય-શ્રવણથી બાલ, મધ્યમ અને પંડિત એવા મુમુક્ષુ જનોને સન્માર્ગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવાના બદલે તેનાથી વિપરીત મધ્યમાદિયોગ્ય દેશના આપવામાં આવે તો તે તે જીવોની બુદ્ધિનો ભેદ થતો હોવાથી તેઓને તે દેશના(અસ્થાન-દેશના) ઉન્માર્ગે લઈ જાય છે. તેથી ધર્મદેશકની એ દેશનામાં કુશીલતાનો પ્રસંગ આવે છે. જે મુમુક્ષુ શ્રોતાવર્ગને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવાનું કારણ હતી, તે દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય તો તેમાં કુશીલતાનો પ્રસંગ આવે - એ સમજી શકાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેઓ સન્માર્ગે ચાલતા હોય છે, તેમની આંખે પાટા બાંધી તેમને ઉન્માર્ગે લઈ જવાની પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે. તેમ અહીં લોકોત્તરમાર્ગમાં પણ વિપરીત(અસ્થાન-પરસ્થાન)દેશના દ્વારા બાલાદિ જીવોની બુદ્ધિનો ભેદ થવાથી તે જીવોને ઉન્માર્ગે લઈ જવાથી ધર્મદેશકની ધર્મદેશનાસ્વરૂપ પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે. જેની જેવી યોગ્યતા છે તેને તે મુજબ અપાતી દેશનાને GDLTURD]D]D]]D |D]D]D]D]D]D DED ENGGESTINGife )

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64