Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ સારો વૈધ રોગીની અવસ્થા જોઇને જેમ દવા આપે છે તેમ પૂ. ગીતાર્થ ગુરુભગવન્તે પણ બાલાદિ જીવોને હિતનું કારણ બને અને તેમનું અહિત ન થાય – એ રીતે બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશના આપવી જોઇએ. બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશનાનો અર્થ એ નથી કે બાલાદિ જીવોને ગમે એવી દેશના. તેમનું એકાન્ત જેમાં હિત સમાયું છે એવી દેશનાને જ બાલાદિ-અનુગુણ(અનુકૂળ) દેશના કહેવાય છે. એકાન્તે પરમકલ્યાણને કરનારી એવી દેશના બાલાદિ જીવોને અનુગુણ જ આપવાના વિધાનનું કારણ એ છે કે યથાસ્થાને ગુણની ઉત્પત્તિ થાય છે. સ્થાનનું – યોગ્યતાનું – અતિક્રમણ (ઉલ્લંઘન) કર્યા વિના કોઇ પણ કામ કરાય તો ગુણની ઉત્પત્તિ થાય છે, અન્યથા દોષની પ્રાપ્તિ થાય છે. તે તે જીવોને તેમની યોગ્યતા મુજબ દેશના આપવાથી તેમને ગુણની પ્રાપ્તિ થતી હોય છે. વાત પણ સમજાય તેવી છે. સારી પણ દવા યુવાનાદિ રોગીને; રોગ દૂર કરવા માટે યોગ્ય હોય તોપણ તે દવા બાલ કે કુમારાદિને ગુણકારિણી નથી જ. તેમ જ મધ્યમ વગેરે આત્માને ક્લેશનો નાશ કરનારી પણ દેશના; બાલાદિ જીવોને ગુણને કરનારી નથી જ. તેથી પરમતારક એવી દેશનાનો યથાસ્થાને જ નિયોગ ન્યાયસઙ્ગત છે. ગમે તેને ગમે તેવી દેશના ન અપાય. યોગ્યને તેને ઉચિત જ દેશના આપવી જોઇએ.....||૨-૧૫ યથાસ્થાને દેશના આપવાના બદલે અયોગ્યને તે તે દેશના આપવામાં આવે તો દોષના પ્રસંગને જણાવાય છે उन्मार्गनयनात् पुंसामन्यथा वा कुशीलता । सन्मार्गद्रुमदाहाय वह्निज्वाला प्रसज्यते ॥ २-२ ॥ “યથાસ્થાને દેશના આપવાના બદલે અસ્થાને દેશના આપવામાં GOG www RECEDED 6969/E6

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64