Book Title: Deshna Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ અપસિધાન્ત બોલવાથી થનારો પરાભવ સ્પષ્ટ છે - આ પ્રમાણે પણ ત્યાં ત્યાં જણાવ્યું છે. આ બધું ત્યારે જ સંગત બને કે જ્યારે પુરુષાદિને આશ્રયીને દેશનામાં ભેદ માનીએ. જો જીવમાત્રને એકસરખી જ દેશના આપવાની હોય તો પુરુષાદિના જ્ઞાનનું વિધાન પર્ષદાદિનું વિવેચન અને મદનો પરાભવ : આ બધાને જણાવવાનું કોઈ જ પ્રયોજન રહેતું નથી. માટે યથાસ્થાનદેશના આપવાના બદલે અસ્થાન દેશના આપવાથી કુશીલતાનો પ્રસંગ આવે છે – એ સમજી શકાય છે. જોકે આ રીતે યથાસ્થાનેદેશના જ આપવાની હોય તો શ્રી આચારાગૈસૂત્રના પુ રૂ થ..... આ સૂત્રથી એકસરખી જ દેશના આપવાના વિધાનનો વિરોધ આવે છે; પરંતુ તેનો પરિહાર કરતાં ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે, તે (નET TUVાસ.... ઈત્યાદિ) સૂત્રનો અર્થ એ છે કે પૂ. સાધુભગવન્તો વ્યાખ્યાન કરતી વખતે શ્રોતા પાસેથી કોઈ ફળની ઈચ્છા ન રાખે. આવી નિરીહતામાત્રને જણાવનારું એ સૂત્ર છે. પુરુષ વગેરેનો અને પર્ષદાદિનો વિચાર કરવાની જરૂર નથી-એ જણાવનારું એ સૂત્ર નથી. શ્રી આચારાંગ સૂત્રમાં એ સૂત્રથી જણાવેલી એ વાતનો પરમાર્થ સમજાવતી વખતે તે સૂત્રની ટીકામાં શ્રી શીલાક્કાચાર્ય મહારાજાએ પણ ઉપર જણાવેલી વાત જણાવી છે. દ પુvણસ..... આ સૂત્ર વ્યાખ્યાતાની નિરીહતા-માત્રને જણાવનારું ન હોય અને રાજા-કને એકસરખી દેશના આપવાનું વિધાન કરનારું હોય તો, રાજાદિના અભિપ્રાયનું અનુસરણ કરવામાં ન આવે તો જે દોષ આવે છે તે આગળના જ સૂત્રમાં આચારાંગમાં જણાવેલું સંગત નહિ બને. એ સૂત્રમાં તે પ્રમાણે જણાવવા પૂર્વક સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશાદિ અને પુરુષાદિના જ્ઞાનવાળાને જ દેશનાનો (દેશના આપવાનો) અધિકાર છે. વિ ય ]D]D]D]]\P BETEENDEDDED

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64