________________
માતર
ગામ સોળમા સૈકા કરતાં પ્રાચીન છે. એ સમયે અહીં જૈન મંદિર વિદ્યમાન હોવું જોઈએ. શ્રાવકેની વસ્તી પણ સારા પ્રમાણમાં હશે, જેથી આ અને કાર્તિક માસમાં પ્રતિએ લખનારા મુનિઓએ અહીં ચતુર્માસ નિવાસ કરેલ હશે.
સાચા દેવ સુમતિનાથનું મંદિર સં. ૧૮૫૪માં અહીં બન્યું, તે અગાઉ શ્રી. મુનિસુવ્રતસ્વામી ભગવાનનું મંદિર અત્યારની ધર્મશાળાના પાછળના ભાગમાં હતું. એ મંદિરની જમીન અત્યારે પણ જૈન સંઘના કબજા હેઠળ પડતર પડેલી છે. જૂના મંદિરના મૂળનાયકની મૂર્તિ અત્યારના મંદિરની ભમતીની ૪૨ મી દેરીમાં બિરાજમાન છે.
માતરની તીર્થ તરીકેની પ્રસિદ્ધિ તે સં. ૧૮૫૩ માં સહુંજ અને સં. ૧૯૬૦ માં બરેડા ગામની જમીનમાંથી મળી આવેલી મૂર્તિઓ આ ગામમાં પધરાવી વિશાળ ભવ્ય મંદિર બંધાવી પ્રતિષ્ઠિત કરી ત્યારથી જ છે. - ઉપર્યુક્ત ગામમાંથી મળી આવેલી મૂતિઓ માતરમાં કેવી રીતે આવી એની ચમત્કારી વિગતે આજના યુગમાં વિચિત્ર લાગે, છતાં વૃદ્ધ પુરુષની પરંપરાથી મળી આવેલી એ વિગતે સાચી છે એમાં શંકા નથી. એ વાતે લેકમુખે જેવી ઊતરી આવી તેવી જ અમે અહીં ટૂંકમાં રજૂ કરીએ છીએ.
સાચા દેવનો ઉદય સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં એક આશ્ચર્યકારક ઘટના બની ગઈ. માતરના રહેવાસી શા. દેવચંદ વેલજી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org