Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 27
________________ ચાર જૈન તીર્થો ૫. શ્રાવણ સુદ ૮ (જન્માષ્ટમીના તહેવારના દિવસે અન્ય દર્શનીઓ અને ગામડાના લોકો હજારની સંખ્યામાં આ સાચાદેવના દર્શનાર્થે આવે છે. જીર્ણોદ્ધાર ૧. સં. ૧લ્ડ૯ ના શ્રાવણ સુદિ ૪ ના દિવસે મૂળનાયક ભગવાનના ગભારા ઉપરના શિખરને ભાગ અચાનક તૂટી પડ્યો. મંદિરમાં પ્રજ્વળતે ઘીને અખંડ દી પણ બુઝાઈ ગયે, જેથી શ્રીસંઘના સમસ્ત માણસમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. કહેવાય છે કે, એ જ વર્ષે માતરની જેમ જનતામાં બે પક્ષે પણ પડી ગયા, ને તે તે પક્ષના આગેવાન શેઠિયાઓ જીવ્યા ત્યાં સુધી પોતપોતાના પક્ષમાં આગ્રહી રહ્યા હતા. ગમે તે કારણે હે પણ શિખર પડી ગયા પછી તેને ફરીથી તૈયાર કરાવવાનું કામ છ વર્ષ સુધી લંબાયું. છેવટે સં. ૧૯૪૫ ના જેઠ વદિ ૧૦ ના પેજ તૈયાર થયેલા નવા શિખર ઉપર અને ભમતીની દેરીઓ ઉપર પણ ધજાઓ ચડાવવામાં આવી. આ મહોત્સવમાં ઘણા માણસો આવ્યા હતા. ૨. અમારા પૂજ્ય દાદાગુરુ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ગુરુભાઈ આચાર્યવર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રીવિજયે દયસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અમદાવાદનિવાસી સ્વ. શેઠ જમનાભાઈ ભગુભાઈ તેમજ તેમનાં ધર્મપત્ની સ્વ. શેઠાણું માણેકકુંવરબેને આ તીર્થમાં બાવન જિનાલયની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90