________________
ચાર જૈન તીર્થ સલાહ આપી ત્યારે જ એ મૂર્તિ અહીં રહેવા દીધી છે.
આ દેરાસરમાંથી શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ મુંબઈના ઝવેરી બજારમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મૂળનાયક તરીકે બેસાડવામાં આવી છે.
ઉદયન-વિહાર અગાઉ અમે જણાવેલ છે તે “ઉદયન–વિહાર-પ્રશસ્તિ-લેખ અત્યારે ધોળકામાં રણછોડજીના નામથી ઓળખાતા મંદિરમાં રણછોડજીની મૂર્તિ પાછળ રહેલે છે. એ શિલાલેખની રબીંગ કેપી લેવડાવી પં. શ્રીલાલચંદ્ર ભ૦ ગાંધીએ “શ્રીજૈન સત્ય પ્રકાશ”ના વર્ષ: ૧૯ના અંક: દમાં અર્થ સાથે પ્રગટ કરેલ છે. એ વિશે તેઓએ જે વિગત અને અર્થ સાથે મૂળ પ્રશસ્તિલેખ આપે છે, તે એમના શબ્દોમાં જ અહીં સાભાર ઉદ્ધત કરીએ છીએ.
“આ શિલાલેખ સંસ્કૃત ભાષામાં પદ્યમાં છે. વિસ્તૃત શિલા પર પડીમાત્રામાં મનહર સ્થલ અક્ષરમાં ર૩ પંક્તિએમાં તે ઉત્કીર્ણ થયેલ છે. પ્રત્યેક પંક્તિમાં બાવન જેટલા અક્ષરે સમાવેલા છે. આ શિલાલેખ, પાછળના ત્રીજા ભાગ રૂપ જણાય છે. કારણ કે તેમાં શ્લોક ૭૦થી શરૂઆત છે, એ પહેલાંના ૬૯ લોકે દેવા જોઈએ, દુર્ભાગ્યે તે ભાગે. મળ્યા નથી. પાછળનો ભાગ પૂર્ણ જણાય છે. તેમાં ૭૦થી ૧૦૪ સુધીના લેકે છે, તે વિવિધ છંદમાં જણાય છે. આ શિલાલેખની બંને બાજુની કિનારેના અક્ષરે તથા વચ્ચે. કેટલાક અક્ષરે નકલમાં બરાબર ઊઠયા નથી. તેમ છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org