________________
ધોળકા
અસ્પષ્ટ અક્ષરવાળા ભાગને શક્ય અનુમાનથી સુસંગત કરવા –સ્પષ્ટ કરવા અહીં કેટલેક પ્રયત્ન કર્યો છે. આ શિલાલેખ, એ પ્રાચીન જૈનમંદિર ઉદયન-વિહારમાં હવે જોઈએ. ઉદયન–વિહાર ગૂજરાતમાં–આશાપલ્લીમાં આસાવલમાં (અમદાવાદ વસ્યા પહેલાંની નગરીમાં) હત–એવા ઉલ્લેખ મેં અન્યત્ર (જેસલમેર ભંડાર ડિકેટલોગમાં) દર્શાવ્યા છે. આઠસો વર્ષો પહેલાં–મહારાજા કુમારપાલના સમયને આ શિલાલેખ છે. તેમાંના ૧૦૧ લેકમાં જણાવ્યા પ્રમાણે એ ઉદયન-વિહાર (જિનમંદિર) મંત્રી વાભ કરાવ્યું હતું, દેવવિમાન જેવું સુંદર એ મંદિર સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિના આદેશથી બન્યું હતું-એ એમાંના ઉલ્લેખથી જણાય છે. એ ઉદયન-વિહારની પ્રશંસનીય પ્રશસ્તિ રચનાર પ્રબંધશતકાર સુપ્રસિદ્ધ કવિ રામચંદ્રસૂરિ (શ્રી હેમચંદ્રાચાર્યના પટ્ટધર) છે, જેમને વિસ્તૃત પરિચય “નલવિલાસ નાટક” (ગા. એ. સિ.)ની સંસ્કૃત પ્રસ્તાવનામાં અમે આપ્યા છે. કંકણુના મલ્લિકાર્જુન પર વિજય મેળવવામાં દંડનાયક અંબડે (મંત્રી વાડ્મટના બંધુએ) જે પરાક્રમ દર્શાવ્યું હતું, તે તથા બીજા પણ અનેક ઉલ્લેખ આમાં છે–એનું સમર્થન બીજ પ્રમાણે દ્વારા અતિહાસિક અનુસંધાનમાં કરી શકાશે. હાલ અહીં મૂળ શિલાલેખની નકલ પંક્તિના નંબર સાથે કલેકના રૂપમાં વ્યવસ્થિત કરીને ગુજરાતી અનુવાદ સાથે દર્શાવું છું.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org