________________
ચાર જૈન તીર્થો શ્રીઉદયરત્ન વાચકે પોતાના રચેલા “પંચતીર્થી–સ્તવન'માં આ પ્રભુજીના મહિમા વિશે કહ્યું છે કે –
આજ ખેટકપુરે, કાજ સિદ્ધાં સવે; ભીડભંજન પ્રભુ જે કહાયે.
આ મૂળનાયકજી વિશે કહેવાય છે કે, વિ. સં. ૧૫૧૬ માં ખેડા શહેરની પશ્ચિમ બાજુએ નદી કિનારે હરિયાળા ગામ પાસેના એક વડ નીચેથી શ્રીભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજી પ્રગટ થયા હતા. .
મૂળનાયક પ્રભુ ત્રણતીથના પરિકરયુક્ત પ્રાચીન અને મનહર છે. પરિકરની ઉપરને ભાગ નથી. કાઉસગિયા ઉપર બંને બાજુએ એકેક મૂર્તિ બેઠેલી છે. એને ગણુએ તે પંચતીથી મનાય.
ગાદીમાં સિંહ અને હાથીની આકૃતિઓ છે. બીજી તરફ દેવમૂર્તિ નથી પણ વચ્ચે ધર્મચક છે. તેની બાજુમાં એકેક હરણનું સ્વરૂપ બતાવેલું છે.
આ મંદિરમાં જૂનાં ચિત્રો અને અષ્ટપદ આદિની પ્રાચીન રચના ભવ્ય અને મનહર છે.
આમાં મૂળનાયક સહિત આરસની ૮ પ્રતિમાઓ છે. ધાતુના એક ચૌમુખજી છે પણ તેની નીચેને ભાગ નથી. ધાતુની ૩ એકલમૂર્તિઓ છે. - એક ગોખલામાં ધાતુની પદ્માવતી દેવીની 2 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિની બાજુએ એકેક છડીધર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org