________________
ધોળકા
અઢારમા સૈકાના યાત્રી શીતવિજયજીએ પિતાની તીર્થમા'માં ધોળકાના મંદિરોને ઉલેખ આ પ્રકારે કર્યો છે -
“બાજિનિ ગામિ ધોળકિ,
યુગાદિ પાસ પ્રણમું તિહાં થકી.૧ આજે ધૂળકામાં પહેલાંની જાહેરજલાલી રહી નથી. આખું ગામ ખંડિચેર જેવું લાગે છે. ઉપર્યુક્ત શેઠ ચશેનાગની વસતિ, મંત્રી વામ્ભટે બંધાવેલ ઉદયનવિહાર, અશ્વાવબોધસમલિકા વિહાર (ભરૂચ-મંદિર), મંત્રીશ્વર વસ્તુપાલે બંધાવેલ શત્રુંજયાવતાર અને મંત્રી તેજપાલે બંધાવેલ ઉજવંતાવતાર, મંત્રી પેથડે બંધાવેલ શ્રીમલિ. જિનચૈત્ય, કલિકુંડ પાર્શ્વચેત્ય, જિણહાવસતિ–આ બધાં મંદિરે ક્યાં હતાં એનું કઈ ચિહ્ન આજે જણાતું નથી.
આજે અહીં માત્ર ૭૫ જેનેની વસ્તી છે. ૩ જૈનમંદિરે, ૧ ઉપાશ્રય અને ૨ ધર્મશાળા છે, જે પૂર્વકાલીન જેનેની જાહેરજલાલીના અવશેષ સમાં જણાય છે.
મંદિરની વિગત ૧. અંબાજીની પળમાં શ્રી સુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. પૂર્વ દિશામાં બે દરવાજા છે. બંને ઉપર જિનેશ્વરની મંગળમૃતિ છે. એકમાં પ્રવેશતાં સભામંડપમાં જવાય છે, અને બીજા નીચેના દરવાજામાંથી ઉપર જવાય છે. ઉપરના ઉત્તર દિશાના દરવાજામાં પ્રવેશતાં રંગમંડપમાં
૧. “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ’ પુ. ૧૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org