________________
ચાર જૈન તીર્થો ૨. પંચભાઈની પિળમાં શ્રી શાંતિનાથ ભ૦નું ઘૂમટબંધી મંદિર પથ્થરનું બનેલું છે. બધે આરસ જડેલ છે. સભામંડપ વિશાળ છે અને ભમતી પણ છે. મંદિરની બહાર માટે એક છે. ચેકમાં પ્રવેશ કરતાં બે બાજુએ એકેક ઓરડી છે. એક ઓરડીમાં પૂજાનાં વાસણે રાખવામાં આવે છે જ્યારે બીજી ઓરડીમાં કેસર સુખડ ઘસાય છે.
મંદિરમાં ત્રણ ગભારા છે. મૂળનાયકના ગભારાના દરવાજાની બંને બાજુએ દ્વારપાલને બદલે સાધુઓની મૂર્તિઓ રાખેલી છે. સાધુઓના ખભામાં એ અને હાથમાં મુહપત્તિ રાખેલી છે. તેઓ વ્યાખ્યાન આપતા હોય એવી મુદ્રામાં તેમને બતાવ્યા છે.
મૂળનાયકની પ્રતિમા પ્રાચીન, ભવ્ય અને મનહર છે. લેખ છે પણ વાંચી શકાતું નથી. મૂળનાયક સહિત આરસની કુલ ૬ પ્રતિમાઓ છે. તેમજ ૧ પંચતીથી, ૧ ચૌમુખજી, ૨ કાઉસગ્ગિયા કેઈથી જુદા પડેલા, ૨ યક્ષ મૂર્તિઓ, અને ૧ એકલમૂર્તિ આરસનાં છે. ૪ મંગલમૂતિઓ આરસની છે તે બહાર ગામથી લાવેલી હોય એમ લાગે છે. ધાતની એક પંચતીથી છે, તેના ઉપર આ પ્રકારે લેખ છે –
__“सं० १५१४ माघ शुदि १ शुक्रे स्तंभतीर्थवास्तव्यश्रीश्रीमालज्ञातीय सा० ठाकुरसी भार्या पुरी सुत रापा नाथा सा० मांगाभ्यां भार्या खाई सुत वीरा तेजा वस्ता सहिजा सचवीरादिकुटुंबयुताभ्यां श्रीवासुपूज्यबिंब कारितं प्रति० श्रीआगमगच्छे श्रीसिंहदत्तसूरिभिः ॥"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org