Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 70
________________ ૬૧. ધોળકા ગૂર્જરેશ સિદ્ધરાજ જયસિંહની માતા મયણ(મીનલ) દેવીએ ધોળકામાં પોતાના નામથી મલાવ–મીનલ સરોવર બંધાવ્યું હતું. સિદ્ધરાજે પણ માલવ્ય સરોવર, રુદ્રમહાલય. તેમજ દેરા રાણીની વાવ અને સહસ્ત્રલિંગ સરેવર ધૂળકામાં કરાવ્યાં હતાં. મહારાજા સિદ્ધરાજ જયસિંહ મારી નાખશે એવા ભયથી નાસભાગ કરતા કુમારપાલને જ્યારે ત્રણ દિવસ સુધી ખાવાનું મળ્યું નહતું ત્યારે સાસરેથી પિયર જતી વણિક બાઈ નામે શ્રીદેવીએ માર્ગમાં કુમારપાલને ખાવાનું આપી સત્કાર કર્યો હતે, તેને કુમારપાલે ધર્મબહેન સમજીને જ્યારે તે રાજગાદીએ આવ્યું ત્યારે તે બહેનના હાથે રાજતિલક કરાવી ગાદીએ બેઠે હતે. અને તેના એ ઉપકારના બદલામાં ધોળકા ગામ તેને પહેરામણીમાં આપ્યું હતું. * શ્રીધર્મદાસ ગણિએ રચેલી “રપરામ' ઉપરની #' નામની ટીકા મંત્રીશ્વર વસ્તુપાલના ગુરુ શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીઉદયપ્રભસૂરિએ સં. ૧૨૯માં ળકામાં રચીને પૂર્ણ કરી હતી. આ સમયમાં એટલે તેરમા સૈકામાં વરધવલ રાજવીના મંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે અહીં રહીને જ ગુજરાતના ડગમગતા સિંહાસનને સ્થિર કર્યું હતું; એટલું જ નહિ પણ ૧. “રાસમાલા'–ફાર્બસ, ભા-૧, પૃ. ૧૪૭ ૨. એજનઃ પૃ. ૨૭૦ ૩. એજન: પૃ. ૨૩૯ - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90