________________
ખેડા
વાવાિયાં શ્રીમતિ(૩)સ્વામિવિંવર્તિ [૬] ૩પ(કુંવ)ોયોથ કારિતા ગુમ ||
–સં. ૧૩૨૫ના ફાગણ સુદિ ૯ને સોમવારના દિવસે વણસઉલિય (–વણસેલ) સ્થાનમાં મહં. દેવસિસાલા (-દેવકી વણસેલ) સ્થાનમાં મહં. ઉદયસિંહની સેવા માટે શ્રીમાલી તપાગચ્છીય ઠકુર પધ, તેની પત્ની પઘલદેવી, તેમના પુત્ર હરિપાલ તે મહેણુસ્ત્રીના પતિ અને શ્રીદેવીના ભાઈએ પદ્માવસહીમાં શ્રી અજિતનાથ સ્વામીની મૂર્તિ શ્રીજયસેનસૂરિના ઉપદેશથી સુખ અને કલ્યાણ માટે ભરાવી.
૯. આ જ કંપાઉંડમાં પાસે શ્રીભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મંદિર ઘણું મેટું અને વિશાળ છે. મંદિરમાં ભેંયાં અને ઉપર માળ છે. મૂળનાયકજીનું દેરાસર મોટા દેરાસરની ડાબી બાજુએ છે. પ્રતિમાજી પ્રભાવશાળી મનાય છે. - ૧. દેવકી વણસોલ નામે ગામ આજ પણ ખેડાથી ૫ કેશ દર અને મહેમદાવાદથી દક્ષિણ દિશામાં ૨ ગાઉ દૂર આવેલું છે. અહીં ૭૫ થી ૧૦૦ જેટલાં ઘરની વસ્તી છે. મુખ્યતઃ ધારાળાની વસ્તી છે.
અહીં જેન મંદિર હતું, તેનાં ખંડિયેરે પણ વિદ્યમાન હતાં. એ ખંડિયેરેમાંથી બેઠક અને પરિકરના છૂટા ટુકડાઓ મળી આવેલા જે પાંત્રીસેક વર્ષ પહેલાં ખેડાના મોટા મંદિરમાં લાવીને મૂકવામાં આવ્યા.
સં. ૧૩૨૫ની સાલના શિલાલેખવાળા આ ટુકડાઓ એ ખં, રના છે. એ ખંડિત મંદિર આ શિલાલેખના આધારે પદ્મા નામની કઈ શ્રાવિકાએ બંધાવ્યું હશે; તેથી એ પદ્માવસહિકા નામે ઓળખાતું હશે. આ શિલાલેખ ઉપરથી એમ કહી શકાય કે આ મંદિર સં. ૧૩૨૫માં કે તે પહેલાં બંધાયું હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org