________________
ખેડા
- રાયણ-પગલાં પાસેના મેડા ઉપર મૂના, શ્રીકુંથુનાથ ભવ આદિની આરસની ૩ પ્રતિમાઓ છે. શ્રીકુંથુનાથની મૂર્તિ નીચે પલાઠીમાં સં. ૧૯૨૧ને લેખ છે. " અમીઝરા પાર્શ્વનાથના મંદિરમાં પ્રવેશ કરતાં આપણા જમણે હાથ તરફ શ્રી અજિતનાથ ભગવાનને ગભારે છે. તેમાં ચૌમુખજી બિરાજમાન કરેલા છે. તેમાં આરસની ૪ પ્રતિમાઓ છે. તેની સામે શિખરમાંની બે દેરીઓમાં એકેક પગલાં જોડી બિરાજમાન છે. આ પગલાં કેનાં હશે તે જાણવામાં નથી.
દેરીઓની પાસે શિખરથી સાવ નીચે પબાસણની ગાદી આરસની છે. ગાદીમાં વચ્ચે દેવી છે. તે પછી વાઘ અને સિંહની આકૃતિઓ કતરેલી છે. એવી જ રીતે બીજી આજુએ પણ છે. આમાં હાથીઓ ખંડિત થયા છે. નીચે વિસ્તારથી લેખ છે પણ બરાબર સાફ નહિ હોવાથી ઉકેલી શકા નથી.
મૂળનાયક શ્રીઅમીઝરા પાર્શ્વનાથની આરસની સુંદર પ્રાચીન પ્રતિમા પંચતીથી યુક્ત છે.
શ્રીભીડભંજન પાર્શ્વનાથનું મંદિર સં. ૧૭૯૪માં તૈયાર થયા પછી તેમાં આ શ્રીઅમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી છે.
આ મૂર્તિ વિશે એમ કહેવામાં આવે છે કે, આ મુર્તિ રૂપાલ ગામમાંથી નીકળી હતી. એ મૂર્તિને પિતાના ગામમાં લઈ જવા માટે અમદાવાદ, સૂરત, ખેડા વગેરે ગામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org