________________
ચાર જૈન તીર્થો બાબીના રાજ્યમાં ખેટકપુર–ખેડાના રહેવાસી, સંઘના આગેવાન શા. હરખજી, શા. જેઠા, શા. રણછોડ, શા. કુશલસી વગેરે સમસ્ત સંઘના આદરથી શ્રીભીડભંજન પાર્શ્વનાથનું ચૈત્ય, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે કરાવ્યાં, જેમાં મહોપાધ્યાય શ્રીન્યાયરત્નના શિષ્ય શ્રીકÉરરને તેમજ કુશલસીએ સારે ઉદ્યમ સેવ્યું હતું. આ પ્રશસ્તિ શ્રીહંસરત્ન, જેઓ શ્રીઉદયરત્નના ગુરુભાઈ હતા, તેમણે રચી છે. આમાં ઋષભદત્ત નામે. કર્મઠ એટલે શિપી હતે.
આ મંડપ પછી એક ચેક આવે છે. પટેલનાં ચાર મકાનની જર્મીન વેચાતી લઈને એક વિશાળ બનાવ્યું છે. એ ચોકમાં ડાબી બાજુએ દરવાજામાં પ્રવેશ કરીએ એટલે. સ્નાનાગાર છે.
એકની ઉત્તર તરફ શ્રીઅમીઝરા પાર્શ્વનાથ ભટ અને શ્રીભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનાં બંને દેરાસરે છે. અમી. ઝરા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર પાંચ વર્ષનું પ્રાચીન હોવાનું ત્યાંના વૃદ્ધ પુરુષે કહે છે.
દેરાસરના કંપાઉન્ડમાં પ્રવેશ કરતાં આપણું જમણા હાથ તરફ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં રાયણ વૃક્ષ નીચે છે. એ પગલાં ઉપર સં. ૧૬૭૩ના મહા સુદિ ૬ને રવિવારનો લેખ છે. ખેડાના શ્રીસંઘે આ પગલાં સ્થાપન કર્યાને તેમાં ઉલ્લેખ છે. પાસેની એક દેરીમાં શ્રીઉદયરત્ન સ્થાપન કરેલાં એ પગલાં જેડી છે, તે કેનાં છે તે જાણી શકાયું નથી, સંભવતઃ શ્રીઉદયરત્નની પરંપરાના યતિઓનાં પગલાં હશે એમ લાગે છે.
Jain Education International
Ford
For Personal & Private Use Only
www.jainelibrary.org