________________
ખેડા
૭
ને લેખ છે. મૂળનાયક સહિત ૩ મૂતિઓ આરસની છે. યાતની પચતીથી ૨ અને એકલમૂતિ ૧ છે. આ ઉપરના માળનું દેરાસર શેઠ કાલિદાસ નાગરદાસે બંધાવ્યું છે. એ વખતે તેમણે ત્યાંના શ્રીસંઘમાં પિત્તળની કથરેટનું લહાણું કર્યું હતું.
૬. લાંબી શેરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું ધાબાબંધી મંદિર ખેડાનિવાસી શેઠ દામોદરદાસ નાગરદાસનાં ધર્મપત્ની કુંવરબાઈ (શા. શામળદાસ ખરાટીવાળાની દીકરી)એ પોતાના પતિના સ્મરણાર્થે બંધાવી સં. ૧૯૨૮ના વૈશાખ સુદિ ૬ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે. મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીની સં. ૧૯૯૪ના વૈશાખ સુદિ ૬ના રોજ શા બાલાભાઈ ગુલાબચંદે ફરીથી પ્રતિષ્ઠા કરાવી છે. મૂળનાયક ઉપર સં. ૧૯૨૧ને લેખ છે. એ વખતે તેમને નીચે બિરાજમાન કરાવ્યા છે. મૂળનાયક સહિત આરસની ૩ પ્રતિમાઓ છે. ધાતુની પંચતીથી ૨ અને એકલતીથી ૧ છે.
૭. રબારીવાડામાં શ્રી શાંતિનાથ ભગવાનનું લાકડાનું બે માળનું ધાબાબંધી મંદિર છે. પહેલાં ઘર દેરાસર હશે એમ લાગે છે. મૂળનાયક સહિત આરસની ૩ પ્રતિમાઓ છે અને ઉપરના માળમાં મૂળના શ્રીપદ્મપ્રભસ્વામી આદિની ૩ મૂર્તિઓ છે. મંદિરમાં સં. ૧૯૦૭ની સાલની તકતી લગાવવામાં આવી છે. વિશાખ સુદિ ૫ના રોજ વર્ષગાંઠ ઉજવાય છે.
૮. પટેલવાડા પાસે શ્રીઅમીઝરા પાર્શ્વનાથ ભ૦ નું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org