________________
માતર
૧૭
ખેડા વગેરે ગામના યાત્રાળુઓની ભીડ જામે છે અને ખેડાના શ્રીસંઘ તરફથી ભાતુ વહેંચવામાં આવે છે.
૩. કાતિક સુદિ ૧૫ (દેવદિવાળી)ના પવિત્ર દિવસે અહીં યાત્રાળુઓને મેળે ભરાય છે. આજુબાજુના ગામમાંથી ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા યાત્રાળુઓ એકઠા થાય છે. બપોરે શ્રીસિદ્ધાચલજીનાં પટદર્શન માટે જિનમંદિરથી સમસ્ત શ્રીસંઘને વરઘોડે નીકળે છે તે અડધા માઈલ દૂર આવેલા શ્રી આદીશ્વરજી ભગવાનનાં પગલાની દેરી સુધી જાય છે, જ્યાં સિદ્ધાચલજીને પટ બાંધવામાં આવે છે.
(૧) મહા વદિ ૫ ના રોજ ભમતીની વર્ષગાંઠ નિમિત્તે ભમતીનાં ૫૧ શિખર પર ધજા ચડાવવામાં આવે છે.
(૨) ચિત્ર સુદિ ૧૩ ના રોજ ભગવાન મહાવીરના જન્મજયંતી મહોત્સવ અંગે પૂજા અને આંગી રચવામાં આવે છે.
(૩) વૈશાખ સુદિ ૫ ના રોજ મૂળનાયક ભગવાનના મંદિરની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદ વગેરે ગામેથી યાત્રા જુઓ સારી સંખ્યામાં આવે છે. એ દિવસે પૂજા–આંગી થાય છે અને ઘણી વખત તે સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવે છે.
૪. જેઠ વદિ ૧-૨ ના રોજ અમદાવાદથી રાણી હજીરાના રંગાટી કાપડ મહાજનના વેપારીઓ સંઘરૂપે યાત્રા નિમિત્તે આવે છે અને બંને દિવસે પૂજા, આંગી અને ભાવના કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org