________________
૧૬.
ચાર જૈન તીર્થો બેન રુક્ષ્મણીબાઈ જેઓ હાલ માતરમાં રહે છે, તેમના તરફથી આ પટ્ટ શ્રીસંઘને અર્પણ કરવામાં આવ્યું છે.
અગાઉ આ મંદિર નીચેનું ભંય ખુલ્લું રાખવામાં આવતું. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી, પણ સં. ૨૦૦૭ ના વૈશાખ સુદિ ૫ ના રોજ થયેલી પ્રતિષ્ઠા વખતે એ પ્રતિમાને ગભારા બહારના ગોખલામાં લાવીને મૂકવામાં આવી અને એ ભેંયરું બંધ કરી દેવામાં આવ્યું.
મંદિરના ઉપરના માળમાં મૂળનાયક ભગવાનના શિખરમાં એક નવું ગભારે બનાવવામાં આવ્યું છે. તેમાં હજી ભગવાન પધરાવવાના બાકી છે.
આ મંદિરના દ્વારમાં પિસતાં દેરાસર બહાર જમણી બાજુએ સમકિતી શ્રી મહાલક્ષ્મીજી માતાનું મંદિર અલગ બનાવવામાં આવ્યું છે. શ્રી મહાલક્ષ્મીજીની ભવ્ય મૂર્તિ દર્શ નીય છે, આ દેવીની પ્રતિષ્ઠા કયારે અને કોણે કરાવી એ સંબંધે જાણવા મળ્યું નથી પરંતુ મંદિર બંધાયું એની સાથે સાથે આની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોવી જોઈએ. મૂતિ નીચે સં. ૧૮૯૪ને લેખ છે.
યાત્રાળુઓના મેળા ૧. દરેક પૂનમના દિવસે યાત્રાળુઓ સારી સંખ્યામાં યાત્રા નિમિત્ત અહીં આવે છે અને તે દિવસે ભાત વહેંચવામાં આવે છે.
૨. કાર્તિક સુદિ ૨ (ભાઈબીજ)ના દિવસે અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org