________________
સેજિત્રા થાંભલા ઉપર સુંદર નકશીકામ કરેલું છે. હાથી, ઘેડા વગેરેની સુંદર આકૃતિઓ તેમાં કરેલી છે. મંડપમાં આપણી જમણી આજુએ સિદ્ધાચલજીને પટ્ટ વિદ્યમાન છે.
જીર્ણોદ્ધાર આ બંને મંદિરો જીર્ણ થતાં અમદાવાદના શેઠ મનસુખભાઈ ભગુભાઈનાં પત્ની, જેઓ સેજિત્રાનાં હતાં, તેમણે પિતાના મરણની અંતિમ વેળાએ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાની શેઠ પાસે માગણી રજૂ કરી હતી. એ મુજબ શેઠ મનસુખભાઈએ સં. ૧૫૩-૫૪ માં આ મંદિરને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યું હતું. - જીર્ણોદ્ધાર વખતે મૂળનાયક શ્રી મહાવીરસ્વામી અને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ ઉથાપન કરવા માંડેલી પરંતુ એ મૂર્તિઓ ઉઠાવી શકાઈ નહીં. આથી બંને મૂળનાયકને તે સ્થાને રાખીને બાકીની બધી મૂતિઓને ઉત્થાપન કરી શ્રી અજિતનાથ ભગવાનના ગભારા બહાર સ્થાપન કરી હતી. જીર્ણોદ્ધાર પૂરે થતાં સં. ૧૫૮ ના વૈશાખ સુદિ ૫ ના રોજ મંદિરની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી.
દેવીની દેરી મંદિરના ખૂણામાં આવેલી એક ઘૂમટબંધી દેરીમાં શ્રી મહાલક્ષ્મી માતાની મનોહર મૂર્તિ છે. આ મૂર્તિ મતીશાહ શેઠનાં કુળદેવી હેવાનું કહેવાય છે.”
૭. મોતીશાહ શેઠે ખંભાત અને તે પછી મુંબઈમાં વેપાર નિમિત્તે વસવાટ કર્યો તે અગાઉ તેઓ સોજિત્રામાં રહેતા હતા. અત્યારના મંદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org